વલસાડ : નોવેલ કોરોના વાઈરસ વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લેવા વલસાડમાં કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારના માર્ગદર્શન હેઠળ 1112 આરોગ્યની ટીમ દ્વારા સર્વે કામગીરી શરૂ કરાઇ છે. વલસાડ જિલ્લામાં કોરોનાના લક્ષણ ધરાવતા 29 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જે પૈકી 28 જેટલા કેસોનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
વૈશ્વિક મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે દરેક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની મહામારીને રોકવા વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ ડોર ટૂ ડોર સર્વે કામગીરીમાં જિલ્લાની 18,90,000 વસ્તી પૈકી 14,73,815 વ્યક્તિઓનું સર્વે કરાયુ હતું.
આ સર્વે દરમિયાન શંકાસ્પદ ગણાતા 29 લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. વલસાડ જિલ્લામાં હાલ કોરોનાને લગતા 29 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતાં. જે પૈકી 28 જેટલા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ વિદેશથી આવેલા કુલ 440 જેટલા વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ તકે બીજી તરફ વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં રહેતા અને સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા અંદાજિત 2900 જેટલા ખલાસીઓ આવી પહોંચતા આ તમામની મેડિકલ તપાસ કરવામાં આવી છે, પરંતુ તેમાં કોઈનામાં પણ કોરોનાના લક્ષણો જણાયા નથી.