ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર હોલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાની શાળાના ધોરણ-10 અને 12ના પરિણામોમાં સુધારા થાય તેમજ NCRTના બદલાયેલા અભ્યાસક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થાય એવા હેતુથી આદર્શ પ્રશ્ન બેંક ધોરણ -10 (ભાગ - 1), 2. આદર્શ પ્રશ્નપત્ર ધોરણ-10 (ભાગ - ૨), ૩. આદર્શ પ્રશ્ન બેંક ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ), 4. આદર્શ પ્રશ્ન બેંક ધોરણ-12 (સામાન્ય પ્રવાહ ભાગ- 1), 5. આદર્શ પ્રશ્ન બેંક ધોરણ-12 (સામાન્ય પ્રવાહ ભાગ- 2), 6. 100 ટકા પરિણામ એક સર્વેક્ષણ, 7. ઇ-બુક મિશન-33, 8. શાળા દર્પણ જેટલી પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે,100 ટકા પરિણામ એક સર્વેક્ષણઆ પુસ્તક 185 જેટલા જિલ્લાના શિક્ષકો દ્વારા 17 જેટલા પ્રિન્સીપાલ દ્વારા તેમના પોતાના વિષયમાં સો ટકા પરિણામ મેળવેલા હોય એવા લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. જેની અંદર ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે100 ટકા પરિણામ મેળવવા કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો તે અંગેની માહિતી આપવામાં આવી છે.