વલસાડઃ જિલ્લાના ધરમપુર તાલુકાના સાત વાંકડ, ગુંડિયા, ખપાટિયા અને ચૌરા સહિતના ગામોમાં આજે બુધવારે 70 અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મંદ લોકોને લોકડાઉનના સમયમાં અનાજ આપીને પગભર કરવા માટે મુંબઈના એક મહિલા દ્વારા મદદ આપવામાં આવી છે.
ધરમપુર નજીક ગુજરાતની બોર્ડર પર 4 ગામોમાં 70 જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાયું
ધરમપુર તાલુકાના ગુજરાતની બોર્ડર ઉપર આવેલ 4 જેટલા ગામોમાં 70 જેટલા અતિ જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં છેલ્લા ત્રણ માસથી લોકોના ઘરમાં મસાલા તેલ ન હોવાથી સ્થાનિકોને ભોજન બનાવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ત્યારે જરૂરિયાત મંદ લોકોને 4 ગામોમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધરમપુર નજીક ગુજરાતની બોર્ડર પરના 4 ગામોમાં 70 જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ
મહત્વનું છે કે, લોકડાઉનના સમયમાં જ્યાં લોકો બેરોજગાર બન્યા છે. શહેરોમાં આવી શકતા નથી, બેન્કમાંથી પૈસા ઉપાડી શકતા નથી એવા સમયમાં ઘરમાં તેલ મસાલા ખૂટી પડતા છેવડાના ગામોની સ્થિતિ ખૂબ જ દયનિય બની હતી. તેઓને માટે વિતરણ કરવામાં આવેલી કીટએ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.