આજે કપરાડા તાલુકાના 129 ગામોમાં 33થી વધુ મંડળોને શુક્રવારના રોજ ગણેશ પ્રતિમાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા ધર્મ જાગરણ મંચના સંયોજક પરિમલ ભાઈએ જણાવ્યું કે, હિન્દૂ ધર્મ જાળવવા ગણેશ મહોત્સવ સાથે સંસ્કારનું સિંચન સાથે સંસ્કૃતિ જાળવવી રાખવી જોઈએ.
હિન્દૂ સંસ્કૃતિ જાળવવા કપરાડામાં ધર્મ જાગરણ મંચ દ્વારા 300 જેટલી ગણેશ પ્રતિમાનું વિતરણ - ધર્મ જાગરણ મંચ
વલસાડઃ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં વિધર્મી પ્રવૃત્તિને રોકવા તેમજ હિન્દૂ સંસ્કૃતિ જે જાળવી રાખવા વલસાડ જિલ્લા ધર્મ જાગરણ મંચ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી માટે 300થી વધુ ગણેશ પ્રતિમાઓ માત્ર ટોકન સ્વરૂપે 501 રૂપિયા લઈને વિતરણ કરવામાં આવ્યું છે.
etv bharat
તેજસ જોશીએ જણાવ્યું કે, ગણેશ મહોત્સવની ઉજવણી સૌપ્રથમ લોકમાન્ય તિલકે શરૂ કરી હતી. જેનો મુખ્ય હેતુ લોકો એક જૂટ થાય હિન્દૂ સંસ્કૃતિ જળવાઈ રહે તે જરૂરી છે. ત્યારે શુક્રવારના રોજ 300થી વધુ ગણેશ પ્રતિમા કપરાડા તાલુકાના વિવિધ મંડળોને ધર્મ જાગરણ મંચ દ્વારા વિતરણ કરવામાં આવી હતી. સાથે જ હિન્દૂ ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ માન પૂર્વક ગણેશજીની સ્થાપના થાય એવા હેતુથી દરેક મંડળના સભ્યોને ભજન અને હનુમાન ચાલીસાની ચોપડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.