- યુથ કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલે રાજીનામું આપ્યું
- ઉમેદવારોના નામ જાહેર થયાં પહેલાં કોંગ્રેસમાંથી વિદાઈ
- અપક્ષમાથી લડશે ચૂંટણી
વલસાડઃ જેમ-જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તરફથી મહાનગરપાલિકા માટેના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે તાલુકા-જિલ્લા પંચાયત અને નગપાલિકાના ઉમેદવારોની યાદી બહાર પડવાની છે. આ અગાઉ વલસાડના ધરમપુર કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. ધરમપુર યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ પટેલે 5 ગામના આગેવાનો સાથે ચર્ચા કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે એ વાતે ચર્ચા પકડી છે કે, કલ્પેશ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
કોંગ્રેસ યુથ પ્રમુખે આપ્યું રાજીનામું