પાલિકાના ચીફ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
પાલિકા સી ઓ ચેમ્બર સહિત તમામ વિભાગોને સેનિટાઈઝ
પાલિકાના ચીફ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
પાલિકા સી ઓ ચેમ્બર સહિત તમામ વિભાગોને સેનિટાઈઝ
વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક 610 પર
વલસાડ : પાલિકાના ફાયર ઇન્ચાર્જને બે દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેમના સંપર્કમાં આવતા પાલિકાના 5 કર્મીઓ અને ચીફ ઓફિસર જગત વસાવા પોતાના નિવાસસ્થાને નવસારી ખાતે હોમ કવોરોન્ટાઈન થઈ ગયા હતા.આજે તમનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડ પાલિકામાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
પાલિકાના ચીફ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ વલસાડ પાલિકાના તમામ સ્ટાફને બહાર કાઢી પાલિકા સી ઓ ચેમ્બર સહિત પાલિકાના તમામ વિભાગોને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક 610 પર પહોચ્યો છે. હાલમાં 193 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 354 દર્દી સાજા થઈ જતા રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં 8194 સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમાં 610 પોઝિટિવ જ્યારે 7584 નેગેટિવ આવ્યા છે.