- સુરત મહાનગરપાલિકા દ્વારા વલસાડથી વેન્ટિલેટર મંગાવ્યા હતા
- ખુલ્લા કચરા ભરવાના ટેમ્પોમાં લઇ જવાતા હતા વેન્ટિલેટર
- વલસાડ કલેકટરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને સામે તપાસના આદેશ આપ્યા
વલસાડ: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ખૂટી પડતાં સરકારના આદેશ અનુસાર વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર લેવા 2 વાહનો મોકલવામાં આવ્યા હતા. જોકે, વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ વેન્ટિલેટર મોકલવા માટે આવેલા વાહનો અત્યાધુનિક અને લાખો રૂપિયાની કિંમતના વેન્ટિલેટર મશીન કચરા ભરવાના ટેમ્પોમાં ભરીને મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ગંભીર પરિસ્થિતિઃ વેન્ટીલેટરને કચરાના ડબ્બામાં લવાયા સુરત
16થી વધુ મશીનો કચરો ભરવાના ટેમ્પોમાં લઇ જવાયા
વલસાડ સિવિલ હોસ્પિટલમાં 200થી વધુ વેન્ટિલેટર મશીનો સુરતની સ્મીમેર હોસ્પિટલ માટે કચરા ભરવાના 2 ટેમ્પોમાં લઇ જવાયા હતા. જોકે, માર્ગમાં કેટલાક મીડિયા કર્મીઓને આ ટેમ્પો દેખાઈ જતા તેમણે પૂછપરછ કરી હતી. વધુમાં લાખોની કિંમતના વેન્ટિલેટર મશીન ખુલ્લામાં કેમ લઈ જવામાં આવી રહ્યા છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ટેમ્પો ચાલકોએ પણ આ સમગ્ર બાબતે મૌન સેવ્યું હતું