વલસાડ જિલ્લામાં 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ હતી. જેને અનુલક્ષી વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પારડી ખાતે આવેલ જહાંગીરજી પેસ્ટોનજી પારડી કોલેજમાં એક વિશેષ જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારડી PSI એસ. બી. ઝાલા ટ્રાફિક PSI જે. આઈ. પરમાર દ્વારા વાહન ચલાવતી વખતે પોતાની સલામતી માટે હેલ્મેટ અને સિટબેલ્ટ પહેરવા માટે સૂચન કર્યું હતું. તેમજ ટ્રફિકના નિયમોને હંમેશા પોતાની સુરક્ષા માટે પાળવા અનુરોધ કર્યો હતો. એસ. બી. ઝાલાએ કહ્યું કે, ટ્રાફિકના નિયમો કાયદાથી ડરીને નહીં પણ પોતાની સલામતી અને અન્યની સલામતી માટે પાળવા જોઈએ.
વલસાડ જિલ્લામાં 31મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
વલસાડઃ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31મા માર્ગ સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી પારડી કોલેજના વિધાર્થીઓ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ટ્રાફિક PSI તેમજ પારડી PSI દ્વારા કોલેજના વિધાર્થીઓને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમો પાળવા માટે અનુરોધ કર્યો હતો.
હાજર વિધાર્થીઓને કહ્યું કે, સરકારે બનાવેલા નિયમો માત્ર દંડ ભરીને છૂટી જવા માટે નથી, પણ પોતાના જીવની સલામતી માટે છે. જો લોકો પોતાની સલામતી સમજીને પાળે તો ચોક્કસ અકસ્માત ઘટે અને લોકોના જીવ પણ બચી શકે છે. પારડી કોલેજમાં ઉપસ્થિત PSIના હસ્તે ટેબ્લેટનું પણ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ એક જાગૃતતા રેલી પણ વિધાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 547 અકસ્માત થયા છે. જેમાં 328 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. જેને ધ્યાને લેતા વલસાડ જિલ્લામાં પણ ટ્રાફિકના નિયમો લોકો સ્વંય પોતની સુરક્ષા સમજીને પાળેએ ખૂબ જરૂરી છે.