ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં માથાભારે ઈસમોએ આંગણવાડીમાં બર્થડે કેક કાપી, કાયદાની કરી ઐસી કી તૈસી

વાપી નજીક ટુકવાડા ગામમાં ગામના માથાભારે ઈસમે અને હોમગાર્ડ જવાને કોરોના મહામારીના સમયમાં સોશ્યિલ ડિસ્ટન્સ અને કાયદાની ઐસી કી તૈસી કરી આંગણવાડીમાં બર્થડે કેક કાપી હતી. જે અંગે ગામના જાગૃત નાગરિકે વલસાડ કલેકટર સહિત પોલિસ વિભાગમાં ફરિયાદ કરી આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવા અરજ કરી છે.

વાપી
વાપી

By

Published : Jul 13, 2020, 2:29 PM IST

વલસાડ: ટુકવાડા ગામમાં નાના બાળકોની સરકારી આંગણવાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી, કોરોના મહામારી અંતર્ગત સૂચનાઓનું સરેઆમ ઉલ્લંઘન કરી, સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ માસ્ક નહીં પહેરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગુનાહિત ઈતિહાસ ધરાવતા યોગેશ પટેલ, લલિત પટેલ જયમલ પટેલે અંકિત નામના ઇસમની જન્મ દિવસની કેક કાપી હતી અને તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

વાપી

આંગણવાડીમાં ઉજવાયેલ આ જન્મ દિવસની પાર્ટી માટે આંગણવાડી કાર્યકર મહિલાએ આ માથાભારે ઇસમોની ચાવી આપી પ્રોત્સાહન પુરી પાડ્યું હતું. ફરિયાદીની ફરિયાદ મુજબ યોગેશ મોતીભાઈ પટેલ-ટુકવાડા ગ્રામ પંચાયત સદસ્ય છે, લલિત ખંડુભાઈ પટેલ હોમગાર્ડ છે. જેમાં જયમલ બહાદુરભાઈ પટેલ દ્વારા આવા કૃત્ય કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ ઈસમો પૈકી લલિત પટેલ પોતે હોમગાર્ડમાં નોકરી કરે છે, પણ કાયદાને માન આપતો નથી, ખુલ્લી તલવાર સાથે ફોટા પડાવી ધાક ધમકી આપવી, મારામારી કરવી, જુગાર રમવો અને ગેરકાનૂની પ્રવૃતિઓમાં હંમેશા સહકાર આપવો એવો ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે. આ ઈસમ પર ટુકવાડાના યુવાન પર જીવલેણ હુમલો કરવાનો ગુન્હો પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, તો બરવાડી ફળિયા, પરીયા ગામમાં જુગાર રમતાં પકડાયા બાદ ત્યાંથી નાસી છૂટવા બદલનો ગુન્હો પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.

લલિત હોમગાર્ડ તરીકેની સત્તાનો દુરૂપયોગ કરતો હોવાથી ફરજ મોકૂફ કરવાની ફરીયાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તેમજ ડીએસપીને કરવામાં આવેલ હતી, પણ દરેક વખતે આવા કાયદા વિરુદ્ધના કૃત્યો કરી, પોતાની વગનો ઉપયોગ કરી બચી જાય છે. એજ રીતે બીજો ઈસમ જયમલ પટેલ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે, આ ઈસમ પણ ટુકવાડા ગામના ઈસમ પરના જીવલેણ હુમલામાં સામેલ હતો, યોગેશ મોતીભાઈ પટેલ-ટુકવાડા ગ્રામ પંચાયત સદસ્ય હોવાના કારણે એમને પ્રોત્સાહન આપે છે.

વાપી

આથી આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સરકારની બધી સૂચનાઓ તેમજ લોકોની સ્વાસ્થ્ય સંબધી વ્યવસ્થા માટે બનાવવામાં આવેલ કાયદાઓનું સરેઆમ ઉલ્લંધન કરતા અચકાતા નથી. તે પણ સરકારી માલ મિલ્કત જેવી નાના બાળકો માટે બનાવવામાં આવેલી આંગણવાડીમાં બર્થ ડે પાર્ટી જેવા આયોજનો કરી, લોકટોળા ભેગા કરી, સમગ્ર ગામના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. આવા અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવી યોગ્ય સજા કરી કાયદાના અનુશાસનનું પાલન કરાવવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા લોકડાઉનમાં સુરતમાં કેટલાક આવા જ માથાભારે ઈસમોએ જાહેરમાં તલવારથી બર્થડે કેક કાપી હતી. જેની સામે પોલીસે કાયદાનો દંડો ઉગામયો છે. આ ઈસમો વિરુદ્ધ પણ વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસવડા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી કાયદાનો પાઠ ભણાવે તેવી આશા રાખીએ.

ABOUT THE AUTHOR

...view details