તિથલ બન્યુ યોગમય: વલસાડ વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી - VALSAD
વલસાડઃ જિલ્લામાં વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં યોજાયેલા યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમોમાં વહીવટી તંત્ર, સ્કૂલના વિધાર્થીઓ અનેક સંસ્થાઓ તેમજ વલસાડ જિલ્લા શહેરીજનોએ ભાગ લીધો હતો.
valsad
સમગ્ર દેશ અને રાજયમાં વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી તીથલના સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં કરવામાં આવિ હતી. જેમાં વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર, જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત મહાનુભાવો, શહેરીજનોએ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી.