વલસાડ: વલસાડના પટેલ સમાજવાડીમાં રોબિન હુડ આર્મી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું.
વલસાડમાં રોબિન હુડ આર્મી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું વલસાડ શહેરની પટેલ સમાજની વાડીમાં રોબિન હુડ આર્મી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 50 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ધરમપુર, કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ઓચિંતા લોહીની જરૂરીયાત પડતી થતી હોય છે, ત્યારે આવી જરૂરિયાતને પહોંચી વળવા માટે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. જે માટે આ પ્રકારના રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડમાં રોબિન હુડ આર્મી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું આવા લોકોને મદદરૂપ થવા માટે સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કના સહયોગ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોબિન હુડ આર્મીના વોલેન્ટીયરો તેમજ વલસાડ શહેરના વિવિધ સંસ્થાના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર તમામ લોકોને વિવિધ ગિફ્ટ પણ આપવામાં આવી હતી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
- વલસાડમાં રોબિન હુડ આર્મી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
- બ્લડ બેન્કના સહયોગ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
- રક્તદાન કરનારા તમામ લોકોને ગિફ્ટ આપવામાં આવી
રોબિન હુડ આર્મીના વોલેન્ટીયરે જણાવ્યું હતું કે, લોકોએ દર ત્રણ માસે રક્તદાન કરવું જોઈએ. જેથી કરીને 1 યુનિત રક્તથી ત્રણ લોકોના જીવ બચાવી શકાય છે.
વલસાડમાં રોબિન હુડ આર્મી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી અને લોકડાઉન દરમિયાન રોબિન હુડ આર્મીએ કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં અનાજની કીટનું વિતરણ તેમજ ભોજનનું પણ વિતરણ કર્યું હતું. ભારતના દરેક રાજ્યોમાં રોબિન હુડ આર્મીના વિવિધ યુનિટો આવેલા છે અને તેઓનો મુખ્ય કામ ગરીબો સુધી ભોજન પહોંચાડવા છે.