વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાના સમયમાં વલસાડ જિલ્લામાં લોહીની અછતને પહોંચી વળવા માટે દરેક જગ્યા ઉપર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવા સમયમાં વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે નદીને પટેલ સમાજની વાડીમાં રક્તદાન શિબિરનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું.
વલસાડમાં પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર - 14 જૂન રક્તદાતા દિવસ
14 જૂન રવિવારના દિવસે વલસાડ જિલ્લામાં લોહીની અછતને પહોંચી વળવા માટે દરેક જગ્યા ઉપર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા.
વહેલી સવારથી જ આસપાસના ગામોના અનેક યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન શિબિરમાં રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે પટેલ સમાજના અગ્રણી અને પ્રમુખ ભરતભાઇ પટેલ વલસાડના ધારાસભ્ય છે, તેમણે જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોનાના સમયમાં લોહીની અછતને પહોંચી વળવા માટે રક્તદાન ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, આજ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક એવો નથી કે, જેણે લોહીની શોધ કરી હોય કે, લોહી બનાવ્યું હોય તેથી જ લોહીની કિંમત અનેક ગણી વધી જાય છે અને એક માત્ર લોહી એવી વસ્તુ છે કે, જેના થકી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. તેથી આવા સમયે લોકોનો જીવ બચાવવા માટે રક્તદાન કરવું ખૂબ જ જરૂરી છે.