વલસાડઃ તાલુકાના ઓઝર ગામની પ્રાથમિક સ્કૂલમાં શનિવારના રોજ અંજલાવ યુવક મિત્ર મંડળ અને આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ વલસાડ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકડાઉનમાં લોહીની માગને પહોંચી વળવા વલસાડના અંજલાવ ગામે રક્તદાન કેમ્પ યોજાયો
વલસાડના અંજલાવ ખાતે યુવક મિત્ર મંડળ અને આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ વલસાડ દ્વારા શનિવારના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
વૈશ્વિક મહામારીને લઈને લોકડાઉનના સમયમાં ઊભી થતી લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરમાં 60થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં મોડી સાંજ સુધી 61 બોટલ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વલસાડ તાલુકા મામલતદાર મનસુખભાઈ, વલસાડ રૂરલ પોલીસ મથકના PSI જી. વી. ગોહીલ તેમજ આદિવાસી આગેવાન મગન પટેલ, અંજલાવ ગામના સરપંચ કૈલાસ બેન પટેલ તથા રોણવેલ ગામના યુવક મિત્ર મંડળ ભાવેશ પટેલ તથા માજી સરપંચ દિનેશ નવેરા, ગામના માજી સરપંચ વિજયસિંહ ઠાકોર તથા બ્લડ ડોનેશન કેમ્પના મુખ્ય આયોજક રમણભાઈ ઉપસ્થિત રહ્યા હતા.