વાપી GIDCમાં સેકન્ડ ફેઝ વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રાની જય કેમિકલ નામની કંપનીમાં ગત રાત્રે નાઈટ્રેશન રીએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક કામદારનું ઘટના સ્થળે જ અને એક કામદારનું સારવાર દરમ્યાન મોત થયુંછે. એકની ગંભીર હાલત સાથે પાંચ ઘાયલ કામદારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનામાં મુકેશ મંડલ અને મુન્ટુ યાદવ નામના બે કામદારનું મૃત્યુ થતાપરિવારજનોમાં આક્રંદનું મોજું ફરી વળ્યું છે. આ અંગે મૃતક મુકેશ મંડલના સાળા મંકેશ્વર પ્રસાદે વિગતો આપી હતી કે, રાત્રે 10:45 વાગ્યે આ ઘટના ઘટી હોવા છતાં હજુ સુધી સંચાલકો તરફથી કોઈ જ વળતર અંગેનો દિલાસો આપવામાં આવ્યો નથી. મૃતક મુકેશ મૂળ બિહારનો હતો અને 15 વર્ષથી આ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આ ઘટનામાં તેમનું મૃત્યુ નિપજતા તેમના બે બાળકો અને પત્નિનોંધારા બન્યા છે. સમગ્ર ઘટના અંગે વાપી GIDC પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામળિયાએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટનામાં બે કામદારોના મોત અને પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.