ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં પોલીસે ગૌ તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગને દબોચી - ગૌ તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગને દબોચી

વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ મથક હદના ડેહલી ગામે રહેણાંક વિસ્તારમાં (Slaughterhouse In Deheli Area valsad found) જગ્યા ભાડે લઈ ગાયોની કતલ કરી તેનું માંસ વેચતી ગેંગના 7 સભ્યોની વલસાડ પોલીસે ધરપકડ કરી (Police Rescue 8 Cows From Slaughterhouse) છે. પોલીસની રેડ દરમ્યાન આરોપીઓએ 7 ગાયની કતલ કરી નાખી હતી. જ્યારે 8 જીવિત ગાયને પોલીસે બચાવી લીધી હતી. હાલ 7 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી (7 Accused Arrested) છે.

Police Rescue 8 Cows From Slaughterhouse
Police Rescue 8 Cows From Slaughterhouse

By

Published : Jan 1, 2023, 12:15 PM IST

વલસાડમાં પોલીસે ગૌ તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગને દબોચી

વલસાડ:વલસાડ જિલ્લા પોલીસે રસ્તે રખડતી ગાયોને વાહનોમાં ભરી એક સ્થળે લાવી ત્યાં તેનું કટિંગ કરી તેના માંસને મુંબઈ મોકલતી ગેંગના 7 સભ્યોની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી (Police Rescue 8 Cows From Slaughterhouse) છે. પોલીસની રેડ દરમિયાન પકડાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર છે. જેઓ રેડ દરમ્યાન 7 ગાયોની કતલ કરી તેના માંસને મોકલવાની પેરવીમાં હતા. અન્ય 8 ગાયોની કતલ કરવાના (7 Accused Arrested) હતા.

વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ.રાજદીપસિંહ ઝાલા

આરોપીઓની ધરપકડ:વલસાડ જિલ્લામાં ચકચાર જગાવે તેવી ઘટનાનો વલસાડ પોલીસે પર્દાફાશ કરી 7 આરોપીઓની ધરપકડ કરી (7 Accused Arrested) છે. પકડાયેલ આરોપીઓ ગાયની કતલ કરી તેના માંસને મુંબઈ મોકલતા હતાં. ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું (Valsad sp Dr Rajdeep Singh Jhala) હતું કે, વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ડેહલી ગામના ગુલશન નગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં શેડ બનાવી ગાયોની કતલ કરવામાં આવતી હોવાની બાતમી ભીલાડ પોલીસ સ્ટેશનના PI, PSIને મળી હતી. જે અનુસંધાને વાપી ડિવિઝનના DYSP બી.એન.દવેના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ ઉપરથી 7 ગાયો મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આ ઘટનામાં સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અન્ય આરોપી વાહનોમાં ભાગ્યા હતા. જે દરમિયાન અન્ય આઠ ગાયોને બચાવી લઈ પોલીસે ભાગેલા આરોપીઓની ધરપકડ કરી કુલ સાત આરોપીને દબોચી લીધા (7 Accused Arrested) હતાં.

ભિલાડ પોલીસ મથક હદના ડેહલી ગામે રહેણાંક વિસ્તારમાં ગાયનું કતલ

7 કસાઈઓની ધરપકડ કરવામાં આવી:પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં રહેણાંક વિસ્તારની નજીકની ખુલ્લી જગ્યા મોહમ્મદ ઝકરિયા રિયાઝ ખાન નામના વ્યક્તિની હતી. તેણે મુંબઈના ખાટકીઓને ગાય દીઠ ₹ 3,000ના ભાડે આપી હતી. પોલીસે સ્થળ પરથી મોહમ્મદ ઝકરિયા રિયાઝ ખાન કુરેશી, હારિશ મોહમ્મદ ઇરફાન મિર્ઝા, બબ્બુ કુરેશી, મોહમ્મદ અતિક ખાન, સલમાન ભૈયો અને તુફેલ બરતુલ્લાખાન ખાન નામના આરોપીઓની ધરપકડ કરી હતી.

મુંબઈની ગેંગ પોતાના માણસો પાસે ગાયો કપાવતી હતી:જિલ્લા પોલીસ વડાએ વધુ વિગતો આપતા (Valsad sp Dr Rajdeep Singh Jhala) જણાવ્યું હતું કે, આ ગેંગ મુંબઈના કુરલા વિસ્તારની છે. જેને આરોપી મોહમ્મદ ઝકરિયાએ ભાડે આપી હતી. જ્યાં આરોપીઓ સાથે મળી તે આ વિસ્તારમાં રખડતી ગાયોને ઇન્જેક્શન મારી બેહોશ કરી વાહનોમાં ભરી લાવતા હતાં. જે બાદ તેનું કતલ કરી તેના માંસને 80 રૂપિયે કિલો મુંબઈમાં વેચી દેવામાં આવતું હતું. મુંબઈની ગેંગ પોતાના માણસો પાસે ગાયો કપાવતી હતી. ચકચાર જગાવતી ઘટનામાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 6 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં અન્ય કોઈપણ ઈસમની સંડોવણી હશે તો તેને બક્ષવામાં નહીં આવે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું (Valsad sp Dr Rajdeep Singh Jhala) હતું.

પોલીસની રેડ દરમિયાન પકડાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર

ઝકરીયા ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ:ગાયોની કતલ કરવાના ગંભીર ગુનામાં પલડાયેલ ઝકરીયા ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે. જે પૈસા માટે આ ગેંગમાં જોડાયો હતો. ઝકરિયાને હાલમાં જ તડીપાર કરવામાં આવ્યો હતો. જે જામીન પર પરત ભિલાડ આવ્યો હતો. જેણે તેમની આ જગ્યા ભાડે આપી આ કૃત્ય આચરવામાં મદદ કરી હતી. વલસાડ જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ વલસાડ પોલીસે છેલ્લા દોઢેક વર્ષમાં આવી 9 ગેંગને ઝડપી પાડી છે. કે જેઓ રસ્તે રખડતી ગાયોની ચોરી કરી વાહનોમાં ભરી અન્યત્ર સ્થળે લઈ જતા હતા અને ત્યાં તેની કતલ કરી તેનું માસ વેચતા હતા. જેમાં પણ આ ગેંગની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચોવટવા GIDCમાં નોનવેજના પૈસા આપવાની બબાલમાં મિત્રની હત્યા કરી નાખી

પોલીસની રેડ:હાલમાં ગુજરાત સરકારના ગૌવંશ માટેના નવા કાયદા મુજબ આવું કૃત્ય કરનાર સામે મહત્તમ સજાની જોગવાઈ છે. જે મુજબ આ તમામ આરોપીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. આ આરોપીઓએ આ પહેલા અહીં ચાર ગાયોની કતલ કરી હતી. હાલમાં 15 ગાયોને ભેગી કરી હતી. જેમાંથી સાત ગાયોની તેમણે કતલ કરી વધુ ગાયોની કતલ કરે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ હતી. અને 8 ગાયોને જીવિત બચાવી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે FSL ની ટીમ બોલાવી સમગ્ર ઘટના અંગે તલસ્પર્શી તપાસ માટેની કાર્યવાહી પણ શરૂ કરી છે.

આ પણ વાંચોભીમા કોરેગાંવ યુદ્ધની 205મી વર્ષગાંઠ, મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

ગાયોના કતલ કરી માંસ વેંચવાના ધંધાનો વલસાડ પોલીસે પર્દાફાશ:ઉલ્લેખનીય છે કે, ભિલાડ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર રહેણાંક વિસ્તારની ખુલ્લી જગ્યામાં ચાલતા ગાયોના કતલ કરી માંસ વેંચવાના આ હિંચકારા ધંધાનો વલસાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. જે જાણીને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે ક્રોધની લાગણી જન્મી છે.

ABOUT THE AUTHOR

...view details