મૂળ ચિખલી બીલીમોરાના રહીશ અને હાલમાં વાપી અને પારડી વચ્ચે પોતાનો વેપાર કરી રહેલા શ્રી બજરંગ એન્ટરપ્રાઈઝના હવલદાર સીગ ગઈકાલે પોતાના વેપારીને આપવા માટે વાપીના સનવાવ નજીક આવેલા એક ATM પાસેથી 10,000 રૂપિયા ઉપાડ્યા હતા અને એ 10,000 રૂપિયા ઉપાડ્યાના માત્ર 55 મિનિટ બાદ જ તેમના મોબાઇલ ઉપર બે મેસેજ આવ્યા. જેની અંદર 20 હજાર રૂપિયાના અને બાદમાં 10 હજારનો એમ કુલ 50 હજાર રૂપિયા કોઈએ એમાં ખાતામાંથી પારડી ખાતે આવેલા HDFC બેન્કના ATM દ્વારા ઉપાડી લીધા હતા.
ચિખલીના એક વેપારીના ખાતામાંથી 50 હજાર ઉપડી ગયા
વલસાડઃ શું તમે પણ ATMથી પૈસા ઉઠાવો છો? તો ચેતી જજો કારણ કે ચિખલીના એક વેપારી સાથે આવી જ એક ઘટના બની છે, જે અન્ય લોકો માટે એક રેડ સિગ્નલ સમાન છે. ચીખલીના એક વેપારીના ખાતામાંથી HDFC બેન્કના ATM ખાતેથી કોઈએ 50000 રૂપિયા ઉપાડી લીધા હતાં. જ્યારે આ બાબતની વેપારીને જાણ થઈ ત્યારે તેના હોંશ ઉડી ગયા હતા. હવે આ પૈસા કોણે ઉઠાવ્યા એ તપાસનો વિષય છે. જેને લઇને આ વેપારીએ હાલ તો પારડી પોલીસ મથકમાં નોંધાવી છે.
હવે આ કઈ રીતે શક્ય બન્યું એ તો ટેકનીકલ વિષય છે, પરંતુ આ વેપારીનું કહેવું છે કે તેમણે ના તો કોઈને ATM આપ્યું છે કે, ના તો કોઈને પીન નંબર છતાં પણ તેમના ખાતામાંથી ATM દ્વારા કોઇ રોકડા ઉપાડી લીધા હતા. આ સમગ્ર બાબતની જાણ થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી પરંતુ આ સમગ્ર બાબતે હવે પાળીએ હાલ પાડી પોલીસ સ્ટેશનનું શરણું લીધું છે.
હવાલદાર સિંઘે જણાવ્યું કે તેમણે વાપી થી જે સમયે પૈસા ઉઠાવ્યા હતા તે સમયે ATM ની અંદર બે થી ત્રણ લોકો તેમની આસપાસ ફરી રહ્યા હતા અને તેમને શંકા છે કે તેમના દ્વારા જ આ કારીગરી કરવામાં આવી હોઈ શકે હાલ તો તેમણે પારડી પોલીસ મથક સમગ્ર બાબતની અરજી આપી તપાસની માંગ કરી છે.