ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરમાં વેપારીઓ દ્વારા શનિ- રવિ દુકાનો બંધ રાખવા મહત્વનો નિર્ણય લેવાયો

ધરમપુર મામલતદાર કચેરીમાં કોવિડ-19 અંગે પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ધરમપુરના વેપારી મંડળે શનિ, રવિના દીને વ્યાપાર બંધ રાખવા નિર્ણય કર્યો હતો.

ધરમપુરમાં વેપારીઓ દ્વારા શનિ- રવિ દુકાનો બંધ રાખવા મહત્વનો નિર્ણય લેવાયો
ધરમપુરમાં વેપારીઓ દ્વારા શનિ- રવિ દુકાનો બંધ રાખવા મહત્વનો નિર્ણય લેવાયો

By

Published : Apr 8, 2021, 10:37 PM IST

  • ધરમપુરમાં કોરોનાનો સંક્રમણ અટકાવવા વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય
  • સની-રવિના દિવસો દરમિયાન વેપારી મંડળ દ્વારા દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો
  • પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી covid-19 ની બેઠકમાં વેપારીએ કર્યો નિર્ણય

વલસાડઃવધી રહેલા સંક્રમણને ધ્યાને લેતા ધારાસભ્યએ સ્વેચ્છિક લોકડાઉન અંગે સૂચન કરતા વેપારીએ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય કર્યો ધરમપુર મામલતદાર કચેરી ખાતેના સભાખંડમાં આયોજીત કરવામાં આવેલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કોવિડની સ્થિતિને લઈ અન્ય તાલુકા જિલ્લા પ્રમાણે ધરમપુરમાં પણ થાય એમ સૂચન કરતા વેપારીઓએ બે દિવસ બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો.

ધરમપુરમાં વેપારીઓ દ્વારા શનિ- રવિ દુકાનો બંધ રાખવા મહત્વનો નિર્ણય લેવાયો

આ પણ વાંચોઃ સુરતના કડોદ અને માંડવીમાં બપોર પછી સ્વૈચ્છીક લોકડાઉન

પ્રાંત અધિકારીએ 45 વર્ષથી ઉપરના તમામ વેપારીઓને વેક્સિન લેવા માટે અનુરોધ કર્યો

ધરમપુરના પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયાની અધ્યક્ષતા મળેલી બેઠકમાં 45 વર્ષથી ઉપરના તમામ વેપારીઓને વેક્સિન લઈ લેવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે પ્રાંત અધિકારીએ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસના અમલીકરણ કરાવવા સૂચના આપી હતી અને લોકોમાં વેકિસન અંગે જાગૃતિ માટે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃકોરોના વાઇરસના અનુસંધાને વંથલીના ટીકર ગામમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને બંધમાંથી મુક્તિ

શનિ-રવિ દરમિયાન ધરમપુરમાં વેપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉન પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મામલતદાર એચ.એ.પટેલ, પીએસઆઈ, પાલિકા સભ્યો, તા.જી.પંચાયત સભ્યો, આરોગ્ય વિભાગ, વેપારીઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details