વલસાડ : 15માં રાષ્ટ્રપતિ તરીકે હાલમાં ચૂંટણી બાદ દ્રૌપદી મુર્મુ ચૂંટાઈને (15th President Draupadi Murmu) આવતા અનેક સ્થળો પર ઉજવણીનો માહોલ છે. જેમાં ખાસ કરીને આદિવાસી ક્ષેત્ર ગણવામાં આવતા એવા કપરાડા તાલુકામાં મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કપરાડા તાલુકાની મહિલાઓને આશા છે કે, તેઓ એક મહિલાની લાગણી અને પ્રશ્નો ખૂબ જ સહજ રીતે (Tribal women) સમજી શકતા હોય છે. તેમજ મહિલાઓના ઉત્થાન માટે તેમજ તેમને લગતા કાયદાનો અમલ વધુ સુદ્રઢ રીતે કરાવશે.
દ્રૌપદી મૃર્મુની થઈ ઐતિહાસિક જીત -15માં રાષ્ટ્રપતિ તરીકે ઐતિહાસિક જીત મેળવીને દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જેમને 64 ટકાથી વધુ મત મળ્યા હતા. દ્રૌપદી મૃર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરગંજ જિલ્લાના બૈદપોસી ગામમાં થયો હતો. દ્રૌપદી સંથાલ આદિવાસી વંશીય જૂથની છે. તેમના પિતા બિરાચી નારાયણ ટુડુ એક ખેડૂત હતા. દ્રૌપદીનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું, પરંતુ તેણે પોતાની પરિશ્રમના આડે કોઈ પરિસ્થિતિ આવવા ન દીધી અને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ગામમાં જ શાળાનો અભ્યાસ કર્યા પછી, રાષ્ટ્રપતિ મુર્મુએ ભુવનેશ્વરની રામા દેવી મહિલા કોલેજમાંથી સ્નાતક થયા. તે પોતાના ગામની પહેલી છોકરી હતી. જે ગ્રેજ્યુએશન પછી ભુવનેશ્વર ગઈ હતી.
આ પણ વાંચો :મેેં ક્રોસ વોટિંગ કર્યું નથી, કોઈ પણ ધારાસભ્યનું ખોટું નામ ના ચલાવવું જોઈએઃ કિરીટ પટેલ