કપરાડા તાલુકાના નાનાપોઢા વાપી રોડ ઉપર પેટ્રોલ પંપ નજીકમાં સિમેન્ટના પતરાં ભરીને વાપી તરફ જઈ રહેલા આઇસર ટેમ્પો નંબર MH 15 FV 7999 જઇ રહ્યો હતો. જે ટેમ્પો અચાનક પલટી ખાઇ ગયો હતો.
વલસાડ નજીક પતરાં ભરેલા ટ્રકની પલટી, 2 યુવનના મોત - ACCIDENT
વલસાડ: જિલ્લાના નાનાપોઢા વાપી રોડ ઉપર સિમેન્ટના પતરાં ભરેલ ટેમ્પો પલટી મારી જતા તેની બાજુમાંથી પસાર થઈ રહેલા એક્ટિવા સવાર ત્રણ યુવકો પૈકી બેના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ટેમ્પો નીચે દબાઈ જતા 2 યુવકના મોત
મળતી માહિતી મુજબ ટેમ્પોની બાજુમાંથી એક્ટિવ નંબર GJ 15 DC 8761 પર સવાર થઈ જઇ રહેલા જસવંત હરજી ભાંવર, જયંતિ પરભુ ફંડવળ, જ્યંતી ભગુ પતરાં નીચે દબાઈ જતા જસવંત હરજી ભાંવર, જ્યંતી પરભુ ફંડવળનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે જયંતી ભગુ ભાઈને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે 108 મારફતે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ધટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા હતા.