- વલસાડમાં ઉદવાડા રેલવે ફાટક પર યુવકે ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત
- ફાટક બંધ હતું તે દરમિયાન યુવક ટ્રેનની સામે આવીને ઊભો રહી ગયો હતો
- આપઘાત કરનારો અજાણ્યો યુવક કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી
વલસાડઃ ઉદવાડા રેલવે ફાટક પાસેથી ગૂડ્સ ટ્રેન પસાર થઈ રહી હોવાથી ફાટક બંધ રાખવામાં આવ્યો હતો. એ સમયે એક અજાણ્યો યુવક ફાટક પાસે આવીને ઊભો રહી ગયો હતો અને જેવી ટ્રેન નજીક આવી કે તરત જ એ યુવક ફાટક પાસેથી દોડીને ટ્રેક પર ઊભો રહી ગયો હતો. જોતજોતામાં ગૂડ્સ ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ હતી.
ફાટક બંધ હતું તે દરમિયાન યુવક ટ્રેનની સામે આવીને ઊભો રહી ગયો હતો યુવકના શરીરના બે ટુકડા થઈ ગયા ગુડ્સ ટ્રેન પસાર થવા સમયે ફાટક બંધ હતો ત્યારે જ અચાનક યુવક દોડી આવ્યો હતો, જેને પગલે ઘટના બાદ યુવકના શરીર જ બે ટુકડા થઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે ફાટક ઉપર ઊભા રહેલા અનેક લોકો સ્તબ્ધ બની ગયા હતા. આ ઘટના અંગે ટ્રેનના ચાલકે ઉદવાડા રેલવેના સ્ટેશન મેનેજરને જાણ કરી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે અને આપઘાત કરનાર યુવક કોણ છે તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. યુવકે શા માટે આપઘાત કર્યો તે જાણવા પોલીસે તજવીજ શરૂ કરી છે.