ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં મામાના ઘરેથી પરત આવતા યુવકને ટેમ્પોએ મારી ટક્કર, યુવકનું ઘટનાસ્થળે મોત - નાનાપોઢા-વાપી રોડ

વલસાડમાં કપરાડા તાલુકાના નાનાપોઢા-વાપી માર્ગ ઉપર કાકડકોપર નિશાળ ફળિયામાં ટાટા ટેમ્પાના ચાલકે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો. અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. ટેમ્પાની ટક્કરના કારણે બાઈક પર આવતા જોગવેલ ગામના મોહમાળ ફળિયાના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વલસાડમાં મામાના ઘરેથી પરત આવતા યુવકને ટેમ્પોએ મારી ટક્કર, યુવકનું ઘટનાસ્થળે મોત
વલસાડમાં મામાના ઘરેથી પરત આવતા યુવકને ટેમ્પોએ મારી ટક્કર, યુવકનું ઘટનાસ્થળે મોત

By

Published : Jan 2, 2021, 10:01 AM IST

  • વલસાડના કપરાડામાં નાનાપોઢા-વાપી માર્ગ પર અકસ્માત
  • ટેમ્પાચાલકે બાઈકસવાર યુવકને અડફેટે લીધો, યુવકનું મોત
  • ટેમ્પાની ટક્કરથી યુવકની માથા-પગમાં પહોંચી હતી ગંભીર ઈજા
    મૃતક યુવક સુરજ રામુભાઈ બરફ

વલસાડઃ કપરાડા તાલુકાના નાનાપોઢા-વાપી હાઈ વે નંબર 848 ઉપર કાકડકોપર નિશાળ ફળિયાના માર્ગ ઉપર 407 ટાટા ટેમ્પો નંબર GJ. 7. X. 5892ના ચાલકે એક યુવકની બાઈકને ટક્કર મારી હતી. મોટાપોઢા મામાના ઘરેથી જોગવેલ પોતાના ઘરે જઈ રહેલા યુવક સુરજ રામુભાઈ બરફ (ઉં.વ.23)ને ટેમ્પાચાલકે ટક્કર મારી હતી. આથી યુવક હવામાં ફંગોળાયો હતો. અને બાદમાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

વલસાડમાં મામાના ઘરેથી પરત આવતા યુવકને ટેમ્પોએ મારી ટક્કર, યુવકનું ઘટનાસ્થળે મોત
ટેમ્પો ચલાક અકસ્માત કરી ફરાર

ટેમ્પાના ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું મોત થયું હતું. જોકે, ટેમ્પા ચાલક ઘટનાસ્થળેથી ટેમ્પો છોડીને ભાગી ગયો હતો. માર્ગ ઉપર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અકસ્માતમાં સ્થળે દોડી ગયા હતા.

માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા યુવકનું મોત

ટેમ્પાની ટક્કર એટલી ભયાનક હતી કે યુવકને માથા-પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ નાનાપોઢા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ ઉપર તરત પહોચી લાશનો કબજો લઈ નાનાપોઢા સીએચસીમાં બોડી પીએમ માટે મોકલી હતી. નાનાપોઢા-વાપી માર્ગ ઉપર અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટના બની ચૂકી છે અને અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details