ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડાના મનાલા ગામમાં વરસાદના કારણે કુવા ધસી પડયો

કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે પીવાના પાણીનો કુવો જમીનમાં ધસી પડયો હતો જેના કારણે લોકોને પાણી પીવામાં તકલીફ પડશે કારણ કે ગામમાં માત્ર એક જ કુવા હતો જેના ઉપર થી ગામના 200થી વધુ લોકો પીવાનું પાણી ભરતા હતા કૂવો ધસી પડતાં પાણી પીવાલાયક રહ્યું નથી.

કપરાડાના મનાલા ગામમાં વરસાદના કારણે કુવા ધસી પડયો
કપરાડાના મનાલા ગામમાં વરસાદના કારણે કુવા ધસી પડયો

By

Published : Jun 10, 2021, 11:06 AM IST

  • કપરાડા તાલુકાના મનાલા ગામે પીવાના પાણીના કુવા ની દીવાલ ધસી પડી
  • આજે વહેલી સવારથી કપરાડા તાલુકાના અનેક ગામોમાં વરસેલા વરસાદને કારણે કૂવાની દિવાલ ધસી પડી
  • પીવાનું પાણી મેળવવા માટે ફળિયાના 200 ઘરોમાં એક માત્ર કૂવો હતો વિકલ્પ

વલસાડ: કપરાડા તાલુકામાં આજરોજ સવારથી ભારે વરસાદ પડયો હતો જેના કારણે કપરાડા ગામમાં લોકોને ભારે નુકસાન થયું છે. કપરાડા તાલુકાના મનાલા ગામા આલ્યા ફળીયા 200થી વધુ પરિવારો પીવાનું પાણી ફળિયામાં આવેલા એક માત્ર કૂવા પરથી ઉપયોગ કરતા હતા.

આ પણ વાંચો:કોવિડ-19 કટોકટી: પીવાનું પાણી મેળવવા બાળકોએ ખોદ્યો કૂવો

કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ

આજે કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ પડવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઇ ગયા હતા વધુ વરસાદ ને પગલે એક કુવાની દિવાલ જમીનદોસ્ત થતાં ગામજનો હવે પાણી પીવા માટે મુશ્કેલી વેઠવી પડશે કારણકે કૂવો ધસી પડયો છે અને જમીનદોસ્ત થઈ ગયો છે. એક જ માત્ર કૂવો હતો જેથી લોકો 200થી વધુ લોકો પાણી ભરીને લઇ જતા હતા. ઘરના વપરાશ માટે આવનાર દિવસોમાં પીવા માટે કે પશુ, પંખી માટે આવનારા દિવસોમાં અછત સર્જાઈ ગામ જનોનું કહેવું છે કે સરકારી તંત્ર સર્વે કરી તાત્કાલિક વયવસથા કરે તેવી માગ કરે છે.

આ પણ વાંચો:નારીશક્તિ: પરિવારના ભરણપોષણ માટે કૂવો ખોદવા તૈયાર છે આ મહિલા

ઉનાળો શરૂ થતાં જ કપરાડાના ૩૫ ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે

કપરાડા તાલુકામાં મે માસ શરૂ થતાં જ પીવાના પાણીનો કકળાટ ઊભો થાય છે. પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે હજુ તો ચોમાસાના બે દિવસ શરૂ થયા છે. બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે પીવાના પાણીનો એક માત્ર વિકલ્પ એવો મનાલા ગામનો કૂવો વરસાદી માહોલને કારણે ધસી પડતાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી વધી ગઈ છે. મહત્વનું છે કે કપરાડા તાલુકામાં ઉનાળાના સમયમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય દરેક ગામમાં કે દરેક ફળિયામાં પીવાનું પાણી મેળવવા માટે એકમાત્ર વિકલ્પ હોય છે અને આ વિકલ્પ પણ જ્યારે દૂર થઈ જાય તો લોકો માટે પીવાના પાણી માટે વલખા મારવા સિવાય અન્ય કોઈ ઉપાય રહેતો નથી.

ABOUT THE AUTHOR

...view details