ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં તાજીયા ઝુલુસ દરમિયાન રાષ્ટ્રગીત ગવાતા કોમી એકતાનું વાતાવરણ સર્જાયું

વલસાડઃ કરબલામાં શહીદ થયેલા ઈમામ હુસૈનની યાદમાં મુસ્લિમો દ્વારા આજે મોહરમનું પર્વ ઉજવાય છે. આ પર્વમાં મુસ્લિમો દ્વારા બનાવવામાં આવેલા કલાત્મક તાજીયાનું ઝુલુસ નીકળે છે. જેને અનુલક્ષી આજે વલસાડ શહેર ખાતે 21 જેટલા તાજિયાનું જુલૂસ નીકળ્યું હતું. જો કે આ વર્ષે પણ હિંદુ ભાઈઓ દ્વારા તાજિયાના જુલૂસને વધાવી તેનું સ્વાગત કરાયું હતું અને સાથે જ સ્વાગત સ્થળ પર તાજિયા જુલુસમાં રાષ્ટ્રગીતની ધૂન પણ સાંભળવા મળી હતી.

valsad

By

Published : Sep 11, 2019, 9:21 AM IST

વલસાડ શહેરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમના તહેવારને અનુલક્ષી તાજીયા ઝુલુસ નીકળ્યું હતું. વલસાડ શહેરના અનેક વિસ્તારમાંથી અંદાજિત 21 જેટલા મોટા કલાત્મક તાજીયા સાંજે 7 કલાકે ટાવર રોડ પર પહોંચતા હિન્દૂ ભાઈઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા પ્રમુખ પંકજભાઈ આહીર સહીત અનેક અગ્રણીઓ જોડાયા હતાં તો સાથે જ તાજીયા ઝુલુસ સાથે આવનાર મુસ્લિમ સમાજ જ અગ્રણીઓએ ટાવર રોડ પર રાષ્ટ્રગાન કરતા હિન્દૂ મુસ્લિમ બંને કોમના ભાઈઓ એક સાથે રાષ્ટ્રગીત ગાતા નજરે પડતા થોડા સમય માટે જાણે કોમી એકતાનો માહોલ સર્જાયો હતો. મુસ્લિમ સમાજના ભાઈ દ્વારા ટાવર રોડ પર રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવતા તેમાં અનેક લોકો જોડાયા હતા અને ભારત માતા કી જય ના નારા પણ લાગ્યા હતાં.

વલસાડમાં તાજીયા ઝુલુસ દરમિયાન રાષ્ટ્રગીત ગવાતા કોમી એકતાનું વાતાવરણ સર્જાયું
પાલિકા પ્રમુખ પંકજભાઈ આહીર અને શહેરના અગ્રણી કૈલાશનાથ પાંડે સહિત અનેક લોકો આજે વલસાડ શહેરના ટાવર રોડ પર અનેક તાજીયા ઝુલુસને સ્વાગત માટે ઉભા રહેલા પણ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, વલસાડ શહેરમાં દર વર્ષે મુસ્લિમ સમાજના મોહરમ પર્વે નીકળતા તાજીયા ઝુલુસને વધાવવા માટે શહેરના હિન્દૂ અગ્રણીઓ હાજર રહે છે.

ABOUT THE AUTHOR

...view details