ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના સ્થાનિક યુવકે સ્થાનિક કલાકારો સાથે બનાવી પહેલી લો બજેટ ફિલ્મ - વલસાડના સ્થાનિક યુવકે

દર્પણ ડીપાર્ટમેન્ટમાં મલ્લિકા સારાભાઈ સાથે કામ કરી ચૂકેલા જીજ્ઞેશ પટેલે વલસાડની મહેક સાથે એક ફિલ્મ બનાવી(Shradha film by jignesh patel) છે. જીગ્નેશ પટેલ મૂળ વલસાડના રહેવાસી છે. વલસાડના જ સ્થાનિક રંગમંચના કેટલાક તરવરિયા કલાકારોને તક આપીને(low budget film with local actors) 55 મિનિટની આ ફિલ્મ તૈયાર કરવામાં આવી( made the first low budget film) છે.

Shradha film by jignesh patel
Shradha film by jignesh patel

By

Published : Dec 17, 2022, 6:30 PM IST

શ્રદ્ધા નામની ફિલ્મ

વલસાડ: મૂળ વલસાડ ગામના એક યુવાને સ્થાનિક કલાકારોને(low budget film with local actors) તક આપીને એક લો બજેટ ફિલ્મ બનાવી(Shradha film by jignesh patel) છે. ખડકી ભાગડા ગામના રહીશ અને હાલમાં દર્પણ ડીપાર્ટમેન્ટમાં મલ્લિકા સારાભાઈ સાથે કામ કરી ચૂકેલા જીજ્ઞેશ પટેલે આ સાહસ(made the first low budget film) કર્યું છે. હાલ ફિલ્મનું સ્ક્રીનીંગ નિશુલ્ક દરે અનેક સ્થળે કરવામાં આવ્યું છે.આગામી દિવસમાં ધરમપુર લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તેનું સ્ક્રીનીંગ કરાશે.

આ પણ વાંચોકોરોના કાળ પછી થશે ભવ્ય વૈશ્વિક પતંગોત્સવ, 70 દેશના પતંગબાજો લેશે ભાગ

લો બજેટમાં લોકલ કલાકારો સાથે કેમ ફિલ્મ ના બને?:ફિલ્મના ડાયરેક્ટર અને વાર્તાકાર જીગ્નેશ પટેલે(Shradha film by jignesh patel) જણાવ્યું કે અત્યાર સુધીમાં અનેક ગુજરાતી ફિલ્મો બની છે પરંતુ તેમાં મોટા કલાકારો અને વધારે બજેટની હોય છે સાથે જ એમાં સુરત પછીના એટલે કે દક્ષિણ ગુજરાતનો લહકો જોવા મળતો નથી. જ્યારે દરેક વિસ્તારની પોતાની એક અલગ ઓળખ અને એક દરેક ભાષાનો અલગ લહેકો હોય છે? શું ઓછા બજેટમાં લોકલ કલાકારોને સાથે રાખી ફિલ્મ ન બની શકે? આ સવાલના જવાબ રૂપી જ આ એક ફિલ્મ છે જેમાં વલસાડના જ સ્થાનિક રંગમંચના કેટલાક તરવરિયા કલાકારોને તક આપીને 55 મિનિટની આ ફિલ્મ તૈયાર કરવામાં (Shradha film by jignesh patel)આવી છે.

સ્થાનિક કલાકારો સાથે બનાવી પહેલી લો બજેટ ફિલ્મ

ફિલ્મનું કથાબીજ મહિલાઓની નિર્ણય શક્તિ ઉપર આધારિત:જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે સમગ્ર ફિલ્મનું કથાબીજ દક્ષિણ ગુજરાતની જ કેટલીક સત્ય ઘટનાઓને આધારિત વાર્તાઓને સમન્વય કરીને એક આખું કથા બીજ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 1958 બાદ ભારત પાકિસ્તાનના થયેલા ભાગલા દરમિયાનની વાર્તા છે. જેમાં એક માતાની મમતા એક શિક્ષકનો પ્રેમ અને નવા સવા નક્કી થયેલા યુગલોના લગ્નની આંટી ઘૂંટી વચ્ચે મહિલાઓની નિર્ણય શક્તિ તેમજ એક અલગ ઓળખ ઉભી કરવા માટેની આખી કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.

આ પણ વાંચોબન્ની પશુ મેળામાં કચ્છીમાડુનો પશુ સાથેનો પ્રેમ પરદેશી પ્રવાસીઓએ જોયો

કેવી રીતે નક્કી થયું ફિલ્મ બનાવવાનું:જીગ્નેશભાઈ પટેલ પોતે રંગમંચના કલાકાર છે સાથે જ તેઓ એક્ટિંગ પણ શીખવે છે. સાહિત્ય પ્રત્યે તેમને બોહડો લગાવ છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા લોકો સાથે સાહિત્યને વધુ પ્રબળ બનાવવા તેમણે કથાયન નામ સાથે કેટલીક ન વંચાયેલી વાર્તાઓ લોકો સમક્ષ મૂકવા માટેનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જેમાં અનેક વાર્તાઓ તેમની સમક્ષ આવી હતી. આ વાર્તા આવ્યા બાદ તેમના મનમાં એક વિચાર કર્યો કે શું ઓછા ખર્ચે કેટલીક વાર્તાઓને ફિલ્મ ન બનાવી શકાય? બાદ શરૂ થયું શ્રદ્ધા નામની ફિલ્મનું કથા બીજ...

સ્થાનિક કક્ષાના વલસાડના જ યુવાનો કલાકાર છે:શ્રદ્ધા ફિલ્મ એક નાની બાળકીની વાર્તા છે. સાથે જ એક માની મમતાની પણ રજૂઆત છે. બીજી તરફ ભાવી પત્ની બનનાર એક વાગદત્તાની પણ કથા સંકળાયેલી છે. આ તમામ પાત્રોને જીવન સ્વરૂપે ભજવવા માટે કેટલાક કલાકારોની જરૂર હતી પરંતુ જાણીતા કલાકારો આ ફિલ્મમાં લેવા એના કરતાં સ્થાનિક કલાકારોને તક આપી આ ફિલ્મ બનાવી એ બહુ મોટો પડકાર હતો. કેટલાક રંગમંચના કલાકારો અને કોલેજમાં નાટ્યમાં ભાગ લેનારા યુવાનોને આ ફિલ્મમાં તક આપવામાં આવી છે. જેમાં કુશ અજય દાવડા રહેવાસી ધરમપુર શૈલી ઉપાધ્યાય જે વલસાડમાં કોચિંગ ક્લાસ ચલાવે છે. પ્રિયાંક દેસાઈ જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ધરાવે છે. નીરજ પટેલ અને પિયુષ પટેલ આ બંને યુવાનો મ્યુઝિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે.મૈત્રી વિરેન્દ્ર શાહ જે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે. આ તમામ લોકોને સાંકળીને ફિલ્મ બનાવવામાં આવી છે સાથે જ જીગ્નેશભાઈની દીકરી ધ્યાની જીગ્નેશ પટેલ કથાનું મૂળ પાત્ર છે.

ફિલ્મનું શૂટિંગ એક પડકાર હતું:જીગ્નેશભાઈ પટેલે ETV સાથે વાતચીત કરતા જણાવ્યું કે શ્રદ્ધા ફિલ્મ બનાવવા માટે તેની કથા વાર્તા 1958 પહેલાની સ્ટોરી હતી. જેને લઈને 1958 પહેલા જે પ્રકારની આબોહવા જે પ્રકારના ઘરો જે પ્રકારની સ્કૂલો હોય એવી જગ્યાઓ શૂટિંગ માટે શોધવી અઘરી હતી.તેમ છતાં પણ કેટલાક સ્થળો પસંદ કર્યા બાદ વલસાડના મગોદ ગામે તેમ જ ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં અનેક જગ્યાઓ પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. જોનારા શ્રોતાઓને તે ફિલ્મ પોતાના ગ્રામીણ વિસ્તારની જ લાગી આવે એમ છે.

સમગ્ર ફિલ્મમાં ખૂબ જ ટાંચા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે:આ સમગ્ર ફિલ્મમાં અને તેના મેકિંગ સમયે ખૂબ કાચા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે 1958 પહેલા ચાલતી સ્કૂલોમાં લાકડા અને પથ્થરમાંથી બનેલી પાટી નો ઉપયોગ થતો હતો. જો કે ફિલ્મ તૈયાર કરતા સમયે જ્યારે માર્કેટમાં પાર્ટી શોધવા નીકળ્યા ત્યારે પત્થરની આવી જૂની પાર્ટી ક્યાંય મળી આવી ન હતી. આખરે આ પાર્ટી બનાવવાની ફરજ પડી હતી અને તેને સ્પેશિયલ ફિલ્મ માટે બનાવવામાં આવી હતી. સાથે જ વર્ષો જૂની સ્કૂલ દર્શાવવા માટે જુના નળિયાવાળી સ્કૂલ શોધવી પણ એક કઠિન કામ હતું. સમગ્ર શોધ બાદ તે પણ મળી આવી હતી અને 55 મિનિટની આ ફિલ્મ બનાવવામાં આવી છે.

ફિલ્મનું દરેક જગ્યા ઉપર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે:55 મિનિટની બનેલી આ શ્રદ્ધા ફિલ્મમાં મહિલાઓના નિર્ણય શક્તિ સહનશક્તિ પ્રેમ હુંફ તેમજ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની તાકાત અંગે બખૂબી રજૂઆત કરવામાં આવી છે. આ ફિલ્મ હાલમાં અનેક સ્થળે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને આગામી દિવસમાં આ ફિલ્મ લોકોને ઓટીટી ઉપર જોવા મળે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ તો આ ફિલ્મને આગામી દિવસોમાં ધરમપુર ખાતે લક્ષ્મીનારાયણ મંદિરમાં સ્ક્રિનિંગ કરવામાં આવનાર છે. જેને લઈને સ્થાનિક લોકોમાં ખાસ તો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ ફિલ્મમાં કામ કરનારા એક કલાકાર મૂળ ધરમપુરના છે.

શ્રદ્ધા ફિલ્મમાં ૪ જેટલાં ગીતો રજૂ કરવામાં આવ્યા:જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે તેમણે બનાવેલી આશ્રદ્ધા ફિલ્મોમાં ચાર જેટલા સોંગ રજૂ કરવામાં આવ્યા છે. આ દરેક સોંગમાં વલસાડનો એક અલગ ઢાળ અને એક ટિપિકલ બીટ જે દરેકને વલસાડનો અહેસાસ કરાવી શકે તેમ છે અને આ ચાર સોંગ પૈકી એક સોંગ હાલમાં ખૂબ હીટ થયું છે. આ ચારે સોંગના રાઈટ્સ સાગા મ્યુઝિક કંપની દ્વારા ખરીદવામાં આવ્યા છે એટલે કે આગામી દિવસમાં આ સંગીત લોકોને વિવિધ સ્થળો ઉપર સાંભળવા મળી શકે તેમ છે.

આમ વલસાડમાં યુવાનદ્વારા વલસાડના જ કલાકારોને તક આપી લો બજેટ ફિલ્મ બનાવી વિશ્વ ફલક ઉપર મૂકવા માટેની તૈયારી કરી લોકો સમક્ષ પોતાની પ્રતિભા અને આવડત રજૂ કરી છે સામાન્ય બજેટમાં પણ સ્થાનિક કલાકારો સાથે ફિલ્મ બનાવી શકાય છે તે વાત તેમણે ફિલ્મ બનાવી અનેક મોટા ડાયરેક્ટરોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details