વલસાડઃ વાજવડ ગામે મારૂતિ વાનમાં સેન્ટિંગ કામ અર્થે ગયેલા સાત મજૂર નાનાપોઢા પરત ફરી રહ્યા હતા. આ ઘટના દાદરા નગર હવેલીથી બાબરખડક ગામે વરધી લઈ પરત ફરતી વેળાએ બની હતી.
કપરાડાના વાજવડ ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5 ઈજાગ્રસ્ત મારૂતિ વેન નંબર GJ-15 CA 7316માં સવાર કામદારો પરત થઈ રહ્યા હતા, ત્યારે વાજવડ ગામ નજીક વાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન ધડાકા ભેર નજીકના ઝાડ સાથે આથડાયું હતું. જેમાં સવાર 5 લોકો હસમુખ ગાયકવાડ, જીવલા ભાઈ વણઝાર, મગન ભાઈ પટેલ, સહિત અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી.
વાજવડ ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત આ ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે પર પસાર થતા અનેક વાહનચાલકો થંભી ગયા હતા. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો તેમજ પોલીસ દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરવાર માટે 108 મારફતે પ્રથમ નાનાપોઢા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બાદમાં તેમને વધુ સારવાર અર્થે ઘાયલ મજૂરોને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વાજવડ ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત ઉલ્લેખનીય છે કે, સેલવાસથી નાનાપોઢા હોય કે, વાપીથી નાનાપોઢા રોજમદાર અને મજૂરોને લઈ જવા માટે અનેક ઈકો અને મારૂતિ વાન ફરે છે. જેના ચાલકો હાઇવે પર બેફામ ઝડપે કાર હંકારતા હોય છે. આ અગાઉ પણ આ રોડ પર અનેક અકસ્માતો બની ચુક્યા છે.