ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: સામાજિક સંસ્થા દ્વારા બિહારના પુરગ્રસ્તો માટે 300 કીટની સહાય - ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને ઈન્કમટેક્ષ વિભાગ

વલસાડ: બિહારમાં આવેલા પૂરની સ્થિતિમાં લોકોને મદદરૂપ થવા ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને ઈન્કમટેક્ષ વિભાગના સહયોગથી 300 જેટલી રાહત સામગ્રીની કીટ રેલવે મારફતે બિહાર મોકલવાની કામગીરી કરવામાં આવી છે.

સામાજિક સંસ્થા દ્વારા બિહારના પુરગ્રસ્તો માટે 300 કીટની સહાય

By

Published : Aug 11, 2019, 10:25 PM IST

બિહારમાં આવેલા વરસાદ બે કારણે બિહારના અનેક જિલ્લાઓમાં નદીના પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને અનેક સ્થળે લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. કેટલાક લોકોના ઘર પૂરના પાણીમાં તણાઈ જતા ઘર વખરીને નુકશાન થતા લોકો બેઘર બન્યા હતા. આવા પરિવારને મદદ કરવા દેશભરમાંથી રાહત સામગ્રી મદદ કરવામાં આવી રહી છે.

સામાજિક સંસ્થા દ્વારા બિહારના પુરગ્રસ્તો માટે 300 કીટની સહાય

વલસાડની જાણીતી સંસ્થા ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને ઇન્કમટેક્સ વિભાગના સહયોગ દ્વારા વલસાડમાં 300 જેટલી રાહત કીટ બનાવવામાં આવી છે. તે રેલવે મારફતે બિહાર મોકલવાની કામગીરી કરવામાં આવી છે. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી આ કીટમાં તુવર દાળ, નાયલોન દોરી, પવા, ગોળ, મીઠું, મરચું, મીણબત્તી, ચા, સાબુ, તાડપત્રી, તેલ, જેવી ઘર વપરાશની ચીજો ની એક કીટ એવી 300 કીટ બનાવવામાં આવી છે અને આ કીટ વલસાડથી રેલવે મારફતે પટના મોલવામાં આવી હતી. જે બાદ ત્યાંથી રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા આ કીટ બિહારના વિવિધ ગામોમાં જરૂરિયાત મંદને પહોંચતી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details