ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં સોનીની દુકાનમાં ચોરીઃ 5 આરોપીઓમાંથી 3 ઝબ્બે

વાપીમાં ગુરૂવારની રાત્રે તસ્કરોએ સોના ચાંદીની એક દુકાનમાં ચોરીને અંજામ આપી વલસાડ પોલીસને લપડાક મારી છે. વાપી નજીક આવેલ છીરી ગામમાં છીરી પોલીસ ચોકીની સામે જ આવેલી સોના-ચાંદીની દુકાનમાંથી પાંચ જેટલા તસ્કરો સોના ચાંદીની ચોરી કરી નાસી છૂટયા હતા. પોલીસે કરેલી નાકાબંધીમાં ચોરી કરી ભાગેલા પાંચમાંથી ત્રણ ચોરને નવસારીના ગણદેવીમાંથી ઝડપી પાડી છીનવાયેલી આબરૂ બચાવી હતી.

3-thief-caught-out-of-5-steal-in-jewelry-shop-in-vapi
સોનીની દુકાનમાં ચોરીઃ 5 આરોપીઓમાંથી 3 ઝબ્બે

By

Published : Feb 6, 2020, 5:40 PM IST

વલસાડઃ જિલ્લામાં ચોર અને લૂંટારાઓમાં જાણે વલસાડ પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે બેખૌફ લૂંટ અને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જેમાં વલસાડ પોલીસ સદંતર નાકામિયાબ સાબિત થઇ રહી છે. ચોર-લૂંટારાવોને પકડવા પોલીસ હવાતિયા મારી રહી છે.

વાપીમાં સોનીની દુકાનમાં ચોરીઃ 5 આરોપીઓમાંથી 3 ઝબ્બે

ગુરૂવારની રાત્રે વાપી નજીકના છીરી ગામમાં આવેલી મોનાલી જવેલર્સ નામની દુકાનમાં પાંચ જેટલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પોલીસને વધુ એક લપડાક મારી હતી. પોલીસના સદનસીબે ચોરી કરી ભાગેલા 5માંથી 3 ચોરને પોલીસની નાકાબંધીમાં નવસારીના ગણદેવી નજીકથી ઝડપી પાડી ગુમાવેલી આબરૂને મહદઅંશે બચાવી લીધી હતી.

આ અંગે વધુમાં મળતી વિગત મુજબ, વાપી નજીકના છીરી ગામમાં પોલીસ ચોકી સામે આવેલા એપાર્ટમેન્ટમાં મોનાલી જવેલર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ 70 ગ્રામ સોનુ, અઢી કિલો ચાંદીની ચોરી કરી નજીકમાં પાર્ક કરેલી બે બાઈક પર પલાયન થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે મોનાલી જવેલર્સના માલિક મૃણાલ હલદાએ ડુંગરા પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવી છે.

જવેલર્સની દુકાનમાં ચોરીની અંજામ આપનાર ચોર cctvમાં કેદ થયા છે. આ પાંચેય ચોરો ચોરી કરવાના ઈરાદે જવેલર્સની દુકાને રાત્રે 1:30 વાગ્યે આવ્યા હતા. જે બાદ દુકાનની ગ્રીલ અને શટર તોડવામાં દોઢ કલાક વિતાવ્યો હતો. જે બાદ દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલી સોના-ચાંદીની ચીજવસ્તુઓની ચોરી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details