ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં 250 યોગ શિક્ષક આપી રહ્યા છે યોગ તાલીમ - Yoga teachers

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર-પ્રસાર માટે દરેક જિલ્લામાં દર મહિને 20 યોગ શિક્ષક તૈયાર કરવામાં આવી રહ્યા છે. વાપીમાં પણ ફેબ્રુઆરી 2020થી ઓગસ્ટ 2021 સુધીમાં યોગ તાલીમ શિબિરના આયોજન હેઠળ 250 યોગ શિક્ષક તૈયાર કરાયા છે. ગુજરાત સરકાર આ યોગ શિક્ષકને દર મહિને 3000 રૂપિયાનું માનદ વેતન આપતી હોય યોગ તાલીમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તાલીમ લઈ પરિવારને આર્થિક મદદ સાથે સ્વાસ્થ્યની કાળજી લઈ રહી છે.

yog
વલસાડમાં 250 યોગ શિક્ષક આપી રહ્યા છે યોગ તાલીમ

By

Published : Aug 4, 2021, 8:55 AM IST

  • યોગના પ્રચાર પ્રસાર માટે યોગ તાલીમ શિબિર
  • યોગ શિક્ષક બનનાર ને 3000 રૂપિયા માનદ વેતન અપાય છે
  • વાપીમાં એક વર્ષમાં 250 યોગ શિક્ષક તૈયાર કર્યા

વાપી : વલસાડ જિલ્લાના વાપીની KBS કોલેજ ખાતે યોગ તાલીમ મેળવનાર 20 તાલીમાર્થીઓની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં યોગ કોચ તનુજા આર્ય અને સહયોગી કોચ દ્વારા તાલીમાર્થીઓની એક મહિનાની તાલીમ બાદ પરીક્ષા લઈ સર્ટિફિકેટ આપી યોગ શિક્ષક તરીકે યોગના પ્રચાર પ્રસાર માટેની શુભેચ્છા પાઠવી હતી.

20 યોગ શિક્ષક તૈયાર કરવામાં આવશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક ગામમાં અને પરિવારમાં યોગનો પ્રચાર પ્રસાર થાય, યોગથી દરેક વ્યક્તિ સ્વસ્થ નિરોગી જીવન જીવી શકે તે માટે વિશેષ યોગ કોચ દ્વારા યોગ ટ્રેનર તૈયાર કરવાનો સંકલ્પ લીધો છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં યોગ કોચ દ્વારા દર મહિને 20 યોગ શિક્ષક તૈયાર કરવામાં આવી રહ્યા છે. વાપીમાં પણ યોગ કોચ તનુજા આર્ય યોગ તાલીમ શિબિરનું આયોજન કરી યોગ શિક્ષક માટે એક મહિનાની તાલીમ આપે છે. તે બાદ તેમની પરીક્ષા લઈ સર્ટિફિકેટ આપી યોગ શિક્ષકની માન્યતા પ્રદાન કરી યોગનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020, Day 13: નીરજ ચોપરા બરછી ફેંકના ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય, પ્રથમ સ્થાન મેળવ્યું

યોગનું મહત્વ અને શિક્ષણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે

ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ રીતે તૈયાર થતા યોગ શિક્ષક ને યોગ કલાસ દીઠ 3000 રૂપિયા માનદ વેતન અપાય છે. વાપીમાં યોગ તાલીમ મેળવવા મહિલાઓમાં ખૂબ જ વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. મહિલાઓ યોગની તાલીમ લઈ સ્વસ્થ રહેવા ઉપરાંત પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થઇ રહી છે. ફેબ્રુઆરી 2020થી ઓગસ્ટ 2021 સુધીમાં 250 જેટલા યોગ શિક્ષક તૈયાર થયા છે. જેઓ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં યોગ કલાસ લઈ યોગનું મહત્વ અને શિક્ષણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

વલસાડમાં 250 યોગ શિક્ષક આપી રહ્યા છે યોગ તાલીમ

આ પણ વાંચો : ટોકિયો ઓલમ્પિકને લઈ હીરા ઉદ્યોગપતિની જાહેરાત : જો મહિલા હોકી ટીમ મેડલ લાવશે તો ખેલાડીઓને મળશે 11 લાખનું મકાન

યોગ તાલીમાર્થીઓમાં ઉત્સાહ

યોગની તાલીમ લેનાર યોગ તાલીમાર્થીઓએ પણ યોગની તાલીમ લઈ ખુશી વ્યક્ત કરી હતી કે લોકોને યોગનું જ્ઞાન આપી કોરોના કાળમાં સ્વસ્થ નિરોગી રહેવામાં મદદરૂપ થઇ રહ્યા છીએ.

યોગ સાથે આયુર્વેદિક અને આધ્યાત્મિક જ્ઞાનનું મહત્વ પણ સમજાવે છે

યોગ તાલીમ શિબિરમાં યોગ કોચ તનુજા આર્ય દ્વારા યોગની તાલીમ અપાય રહી છે. એ જ રીતે તાલુકા પ્રભારી શીલા વશી દ્વારા યજ્ઞનું મહત્વ, દક્ષા રાઠોડ દ્વારા એક્યુપ્રેશર ના ફાયદા અને યોગ શિક્ષક શીતલ ત્રિગોતરા દ્વારાગીતાજ્ઞાન નો મહિમા પણ યોગ તાલીમ સાથે આપવામાં આવે છે. એટલે યોગ સાથે અન્ય આયુર્વેદિક અને આધ્યાત્મિક જ્ઞાનની અનુભૂતિ અને તેનું મહત્વ પણ દરેક તાલીમાર્થી હોંશેહોંશે જીવનમાં ઉતારી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details