- વલસાડના ગાડરિયા ગામમાં એક મકાનમાં ચોરી કરવા આવેલા 3માંથી 2 લૂંટારું ઝડપાયા
- મકાનમાલિકે સતર્કતા અને હિંમત દાખવી લૂંટારુઓનો સામનો કરતા 2 લૂંટારું ઝડપાયા
- સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચીને લૂંટારુઓની કરી ધોલાઈ
- લૂંટારુઓએ CCTV કેમેરા પર કપડું નાખી બંધ કરી દીધો હતો
વલસાડઃ જિલ્લાના ગાડરિયા ગામમાં હાઈ-વે પર આવેલા એક મકાનમાં 3 લૂંટારું ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ મકાનમાલિકને જગાડી તેને બંધક બનાવી દીધો હતો. જ્યારે મકાનમાલિકની પત્ની જાગી જતા તેણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. જોકે, મકાનમાલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા 2 લૂંટારું ઝડપાયા હતા. જ્યારે અન્ય એક લૂંટારું ભાગવામાં સફળ થયો હતો.
આ પણ વાંચોઃદ્વારકામાં નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની 3 તોલાની સોનાની ચેન લૂંટી જનારા 2 લૂંટારું ઝડપાયા
મકાનમાલિકની પત્નીને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા
મકાનમાલિકની પત્નીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તે દરમિયાન મકાનમાલિક જતીનભાઈ ઉપર લૂંટારુંએ હુમલો કર્યો હતો. જોકે, ટોમી વડે હુમલો કરવા જતા જતીનભાઈની બહેને ટોમી પકડી લેતા તેઓ બચી ગયા હતા. ત્યારબાદ જતીનભાઈ અને તેમની પત્નીએ તરત જ બે લૂંટારુંઓને ધક્કો મારતા એક લૂંટારું સીડી પરથી નીચે પટકાયો હતો અને ત્યાં ઉંઘતા તેના ભણેજ અને અન્ય લોકો જાગી જતા બંને લૂંટારુંને પકડી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃઅમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર