ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડનો હાઇવે બન્યો ડેથ ઝોન, એક વર્ષમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા - જીવ ગુમાવ્યા

વલસાડના અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 સૌથી વધુ ભારે વાહનોથી ધમધમતો હાઇવે છે, વલસાડથી લઈને ઉમરગામ સુધીમાં 64 કિમી લંબાઈ ધરાવે છે, જ્યારે કપરાડાથી નાસિક હાઇવે પણ એક સમાવેશ થાય છે. જો કે વલસાડ જિલ્લામાં ગત વર્ષમાં 193 અકસ્માતોમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતમાં વધી રહેલી સંખ્યાને જોતા પોલીસ વિભાગ દ્વારા 28 એક્સિડન્ટલ ઝોન આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એના વિશેષ તજજ્ઞો પાસેથી નકશા બનાવીને તેની સ્થિતિમાં ફેરફાર કરવા અંગેની ગતિવિધિ ઉપર કામ થઈ રહ્યું છે, જેથી વધુ પડતા અકસ્માતો નિવારી શકાય.

વલસાડનો હાઇવે બન્યો ડેથ ઝોન, એક વર્ષમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા
વલસાડનો હાઇવે બન્યો ડેથ ઝોન, એક વર્ષમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા

By

Published : Jan 9, 2021, 3:24 PM IST

Updated : Jan 9, 2021, 4:20 PM IST

  • વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે 48 ડેથ ઝોન
  • જિલ્લામાં 28 એવા સ્થળ છે જ્યા વારંવાર અકસ્માતની ઘટના બને છે
  • 28 સ્થળોને શોધી તેના ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઈજનેર પાસે નકશા બનાવવામાં આવ્યા
  • વાહન ચાલકોને પણ આર.ટી.ઓ.ના નિયમોનું પાલન ન કરે તો દંડ વસુલમાં આવી રહ્યો છે
  • વાહન ચાલકોની સુરક્ષા તેના સ્વંયના હાથમાં

વલસાડઃ જિલ્લામાં કુલ બે નેશનલ હાઈવે પસાર થાય છે, જેમાં અમદાવાદથી મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર દિવસ દરમિયાન ભારે વાહનોથી હંમેશા ધમધમતો રહે છે અને આ નેશનલ હાઈવે ઉપર જ અનેક અકસ્માતો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે, સર્વિસ રોડ ઉપરથી સીધા હાઇવે પર ચડનારા વાહનો અકસ્માતનો ભોગ બને છે, તો ક્યારેક ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક ઉપર જઈ સામેથી આવતા વાહનો સાથે અથડાઈ અકસ્માતો સર્જાય છે, તો બીજી તરફ હાઇવેના નિયમોનું પાલન ન કરનાર આ વાહનોને કારણે પણ અકસ્માત બને છે.

વલસાડનો હાઇવે બન્યો ડેથ ઝોન, એક વર્ષમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ષમાં 193 અકસ્માતો નોંધાયા છે, જેમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 હંમેશા ભારે વાહનોથી ધમધમતા રહે છે, જેના કારણે હાઈવે ઉપર એવા કેટલાક સ્થળો છે. જ્યા હંમેશા વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. 2019ના વર્ષની વાત કરીએ તો ગત વર્ષમાં 193 જેટલા અકસ્માતો નેશનલ હાઈવે ઉપર નોંધાયા છે. જેમાં 143 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જાણે 147 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, આમ વલસાડ જિલ્લાનું હાઈવે ડેથ ઝોન બની રહ્યો છે.

વલસાડનો હાઇવે બન્યો ડેથ ઝોન, એક વર્ષમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા

અકસ્માતો નિવારવા આરટીઓના નિયમનું પાલન કરવું જરૂરી, પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું

વલસાડ જિલ્લામાં વધી રહેલા અકસ્માતોના પ્રમાણે જેને લઇ જિલ્લા પોલીસ દ્વારા વાહનચાલકો સામે કડક અપનાવવામાં આવ્યો છે જો કે આ કડક રૂખ તેમના જીવનની સુરક્ષા માટે જરૂરી છે એટલે જ દરેક વાહન ચાલકો વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી બાઈક ચલાવે આરટીઓના તમામ નિયમોનું પાલન કરે એ માટે સમયાંતરે વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાય છે અને આ વાહન ચેકિંગ અભિયાન દરમિયાન અનેક વાહનચાલકો આરટીઓના નિયમનો ભંગ કરતા દંડનો ભોગ બને છે જિલ્લામાં અત્યાર સુધીમાં 26 678 જેટલા હેલ્મેટ ન પહેરવાની સામે કેસ કરવામાં આવ્યા છે

વલસાડનો હાઇવે બન્યો ડેથ ઝોન, એક વર્ષમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા

વાહનચાલકો આરટીઓના નિયમના ભંગ બદલ 1 કરોડ 33 લાખ 39 હજાર દંડ વસુલવામાં આવ્યો

વલસાડ જિલ્લામાં વાહન ચાલકો સુધારવાનું નામ લઈ રહ્યા અનેકવાર તેઓને જન જાગૃતિ લાવી સમજાવવામાં આવે છે કે વાહન ચલાવતી વખતે આરટીઓના તમામ નિયમોનું પાલન કરે કારણ કે આ નિયમો તેમની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે, તેમ છતાં પણ વાહન ચાલકો આ નિયમોનું પાલન ન કરતા જ્યારે પોલીસ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરે છે, ત્યારે તેઓ દંડનો ભોગ બનતા હોય છે, ગત વર્ષે પોલીસે જંગી દંડ વસૂલ્યો છે, ગત વર્ષમાં 1 કરોડ 33 લાખ 39 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

વલસાડનો હાઇવે બન્યો ડેથ ઝોન, એક વર્ષમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા

અકસ્માતો નિવારવા જિલ્લા પોલીસ અને નેશનલ હાઈવે દ્વારા 28 જેટલા અકસ્માત ઝોન શોધી કાઢવામાં આવ્યા

વલસાડ જિલ્લામાં 64 કિલોમીટર લાંબા નેશનલ હાઇવે નંબર 48 પર વધી રહેલા અકસ્માતોની સંખ્યાને જોતા વલસાડ જિલ્લા પોલીસ અને નેશનલ હાઈવે દ્વારા 28 જેટલા અકસ્માત ઝોન શોધી કાઢવામાં આવ્યા છે અને આ અકસ્માત ઝોન માટે ગવર્મેન્ટ એન્જિનિયરિંગની ટીમ તેમજ પ્રાઇવેટ એન્જિનિયરિંગની ટીમ દ્વારા અકસ્માત ઝોનના નક્શાઓ નક્કી કરવામાં આવ્યા છે, જેથી કરીને અકસ્માત કેમ બને છે અને તેને નિવારવા કઈ રીતે કામગીરી કરવી તે અંગેની તૈયારીઓ કરી શકાય એ માટે આ નકશાઓ બનાવવામાં આવ્યા છે, તો સાથે સાથે હાઈવે ઉપર લેનમાં કેટલાક ભારે વાહનો નિયમોનો ભંગ કરીને ચાલતા હોય છે, જેના કારણે પણ અકસ્માત સર્જાય છે. ત્યારે આવા અકસ્માતો નિવારવા પોલીસ દ્વારા લેન ડિસિપ્લિન આ બાબતે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ હાઇવે ક્રોસ કરવાને કારણે કેટલાક રાહદારીઓ મોતને ભેટતા હોય છે આ સમસ્યા નિવારવા માટે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી સાથે મળી પેડિસ્ટ્રીયલ ફૂટ ઓવર બ્રિજ નું નિર્માણ કરવા અંગે ની પણ ચર્ચા ઓ કરવા માં આવી રહી છે.

વલસાડનો હાઇવે બન્યો ડેથ ઝોન, એક વર્ષમાં 143 લોકોએ જીવ ગુમાવ્યા

અકસ્માતોની સંખ્યા નિવારવા માટે જિલ્લા પોલીસ દ્વારા પણ વિશેષ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા જણાવ્યું કે વલસાડ જિલ્લામાં વધી રહેલા અકસ્માતોની સંખ્યા ઘટાડવા જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે, નેશનલ હાઇવે ઓથોરિટી સાથે મળીને વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આમ વલસાડ જિલ્લામાં વધી રહેલા અકસ્માતોની સંખ્યા નિવારવા માટે જિલ્લા પોલીસ દ્વારા પણ વિશેષ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

Last Updated : Jan 9, 2021, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details