વલસાડઃ જિલ્લામાં કોરોનાનો એક તરફ કહેર યથાવત છે ત્યાં કોરોનાની સારવાર લાઇ રહેલા 14 જેટલા દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાંથી રજા આપી દેવામાં આવી છે.
વલસાડ જિલ્લમાં કોરોનાના 14 દર્દીઓને સારવાર બદ રજા આપવામાં આવી વાપીના ચલા વિસ્તારમાં શાકભાજીના ધંધા સાથે સંકળાયેલા યુવક રવિ જેસવાલ જે કેટલાક સમયથી કોરોના પોઝિટિવ હોવાને લઇને વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ-19માં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યો હતો.
જેને કોરોના સામેની જંગમાં વિજય મેળવ્યો હતો. બધા રિપોર્ટ નવગેટિવ આવ્યા બાદ એને વલસાડ સિવિલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા 14 દિવસથી સારવાર લઈ રહેલા રવિ જેસવાલા હોસ્પિટલથી જ્યારે બહાર નીકળ્યો ત્યારે મેડિકલ ટીમે અને સ્ટાફ મિત્રોએ તાળી વગાડી અભિવાદન કર્યું હતું અને એને એમ્બ્યુલન્સમાં બેસાડી એના ઘર માટે રવાના કરવામાં આવ્યો હતો.
નોંધનિય છે કે, વલસાડ જિલ્લામાં કુલ 35 જેટલા કેસ હાલ કોરોનાના નોંધાયા છે. જેમાં 14 જેટલા દર્દીઓને સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.