ત્યારે વલસાડ જિલ્લામાં એક તરફ પાણીના તળ સતત નીચે જઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ પાણીની તંગી દૂર કરવા નવા બોર બનાવવાની માંગ પણ વધી રહી છે. અને નવા બોરની માંગ વધતા બોરવેલના ધંધા સાથે સંકળાયેલ બોરવેલ સંચાલકો પાસે મોટા ભાગના ઓર્ડર પેન્ડિંગ રહે છે. અને તે 10 દિવસે પણ પુરા નથી કરી શકતા હોવાનું બોરવેલ માલિકોનું કહેવું છે.
આ અંગે શિવમ બોરવેલના માલિક મુકેશ સાગરે જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં મોટાપાયે નવા બોર બનાવવાની ડિમાન્ડ વધી છે અને રોજના 7 જેટલા ઓર્ડર કર્યા બાદ પણ 50 ઓર્ડર પેન્ડિંગમાં રહે છે. ત્યારે બોરવેલ માટે મોટાભાગે હોળી પછી ડિમાન્ડ વધતી હોય છે. જે આ વખતે એ પહેલાથી જ વધી છે અને મુકેશ સાગરના જણાવ્યા મુજબ પહેલા 50 ફૂટના બોરમાં પાણી આવતું હતું. હવે તે 300 થી 400 ફૂટના લેવલે આવે છે અને ક્યારેક તો તે લેવલે પણ પાણી નીકળતું નથી.
મહિને ખોદાતા 125 નવા બોરમાંથી માત્ર 30-35 બોરમાંથી જ પાણી નીકળતું હોવાનું અનુમાન
વલસાડઃ જિલ્લાના વાપી અને તેની આસપાસના વિસ્તારમાં આ ઉનાળામાં પાણીની ભયંકર તંગી સર્જાઈ છે. તો તેની સામે બોરવેલના ધંધાર્થીઓ માટે ધંધાની સિઝન ખુલી છે. તો હાલમાં બોરવેલના ધંધાર્થી પાસે રોજના 7 ઓર્ડર પુરા કર્યા બાદ પણ 50 ઓર્ડર પેન્ડિંગમાં રહે છે. ત્યારે મહિને 125 બોરમાં માંડ 30 થી 35 બોરમાં પાણી નીકળે છે. બાકીના તદ્દન ફેલ જતા હોવાનું બોરવેલ માલિકનું કહેવું છે.
મહિને 125 નવા બોર ખોદાય છે, જેમાં 30 થી 35 બોરમાં પાણી
પાણીના તળ ઊંડા જવા અંગે મુકેશ સાગરએ ઓછા વરસાદને મહત્વનું કારણ ગણે છે. આ ઉપરાંત નહેરો દ્વારા અપાતું પાણી હવે નિયત દિવસો પૂરતું જ છોડાતું હોય અને નહેરનું પાણી જમીનમાં સોર્સ તરીકે પચતું નથી. એટલે મોટાભાગના બોર કુવાના સોર્સ સુકાઈ ગયા છે અને પાણી નીકળતું ન હોવાનું અનુમાન મુકેશ સાગરે લગાવ્યું હતું.