વલસાડઃ જિલ્લાના ફોરેસ્ટ વિભાગમાં કિલ્લા પારડી રેન્જમાં ફોરેસ્ટ વિભાગમાં ઓપ્ટિકલ ફાયબર કેબલ જંગલની જમીનમાંથી પસાર કરવાનો હોય, તેનો રિપોર્ટ આપવા માટે RFOએ રૂપિયા 10 લાખની માગ કરી હતી. જેમાં કેબલ નાખનાર કંપનીએ વડોદરા ACBમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ આધારે ACBની ટીમે 19 સપ્ટેમ્બરના રોજ પારડી વન વિભાગની કચેરીમાં છટકુ ગોઠવ્યું હતું.
10 લાખની લાંચ પ્રકરણઃ પારડીના RFOની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
વન વિભાગની જમીનમાં ઓપ્ટિકલ ફાયબર કેબલ નાખવા માટેની મંજૂરીના રિપોર્ટ માટે રૂપિયા 10 લાખની લાંચ લેવાના પ્રકરણમાં છેલ્લા 5 મહિનાથી પોલીસની પહોંચથી દૂર એવા પારડીના વન રક્ષક વર્ગ-3ના ધર્મેન્દ્રસિંહ ચાવડાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની ધરપકડથી બચવા સુપ્રીમમાં કરેલી આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે ડિસમિસ કરી હતી. જે બાદ ABCએ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
આ છટકામાં ધર્મેન્દ્ર સિંહ ચાવડાના કહેવાથી વન રક્ષક જીગર રાજપૂતે પૈસા લેતા ઝડપી લીધો હતો. ACBની ગંધ પારખી ગયેલા મુખ્ય આરોપીએ લાગ શોધી યેન કેન પ્રકારેણ ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ ધરપકડથી બચવા હાઈકોર્ટમાં તેને આગોતરા જામીનની અરજી કરી હતી. આ અરજી કોર્ટે નામંજૂર કરી હતી. જે બાદ આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી.
આ અરજી પણ કોર્ટે ડીસમિસ કરી દેતા આખરે ACBએ ધરમેન્દ્ર સિંહ ચાવડાની ધરપકડ કરી સેશન્સ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યાંં છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ RFO અનેક વિવાદમાં રહ્યાં છે, અને છેલ્લા 5 માસથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો. આખરે આગોતરા જામીનની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરતા કરતા ACBએ ઝડપી લીધો છે.