કૌટિલ્ય પંડિતે દેશવિદેશના મહાનુભાવોને દંગ રાખી દીધા વડોદરા : શહેર ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના યજમાન પદે જી20 અંતર્ગત યોજાયેલી યુથ-20ની શિખર બેઠકમાં દેશ-વિદેશમાં ગૂગલ બોય તરીકે જાણીતા બનેલા હરિયાણાના કૌટિલ્ય પંડિતે આકર્ષણ જમાવ્યું હતું. અસાધારણ મનોશક્તિ ધરાવતા ધોરણ 11 માં અભ્યાસ કરતો કૌટિલ્ય પંડિતે પોતાની યાદશક્તિના જાદૂથી મહાનુભાવોને અચંબિત કરી દીધા હતા. કૌટિલ્ય પંડિતે વડોદરાની વિશ્વમિત્રી નદીમાં પ્રદૂષિત પાણી અંતર્ગત સમિટમાં ચર્ચા કરીશું તેવું પણ જણાવ્યું હતું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના યજમાન પદે જી20 બેઠક યોજાઇ હતી સૌથી નાની વયે પ્રતિનિધિત્વ : આ સાથે કૌટિલ્ય પંડિત આ સમિટના સૌથી નાની વયના પ્રતિનિધિ બન્યો છે. તેમણે યુવાનોના નેતૃત્વ ઉપરાંત પ્રકૃતિના રક્ષણ માટે પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આવી બેઠકો મહત્વની છે. મારા માટે ગર્વની વાત છે કે, હું આવી ઇવેન્ટમાં સહભાગી બન્યો છું. જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા માટે આ જ સમય છે, તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવે. દરેક વ્યક્તિ પોતે પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ આગળ આવે તેવી અપીલ કરી હતી.
આ પણ વાંચો સંસ્કૃતનો કૌટિલ્ય, 6 વર્ષના બાળકને 400 શ્લોકો સ્વસ્તિવાચન
ક્લાઈમેન્ટ ચેન્જ માટે જનજાગૃતિ જરૂરી : આ સમિટમાં ભાગ લેવા આવેલ કૌટિલ્ય પંડિતે જણાવ્યું હતું કે G20 નું ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ત્યારે એમ એસ યુનિવર્સિટીમાં યુથ ક્લાઈમેન્ટ ચેન્જ અંગે એક જાગૃતિ ફેલાય તે ઉદેશ્ય છે. ક્લાઈમેન્ટ ચેન્જને લઈ તેઓએ જણાવ્યું હતું કે આપણે આ કામ કરીએ તો વર્ષો બાદ ગ્લોબલ વોર્મિંગ વધી જશે. સાથે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે જેના કારણે ગરમીનું પ્રમાણ પણ વધી જશે. હાલમાં આજ મુશ્કેલીઓ આવી રહી છે અને તેના પર આપણે જાગૃત થવું પડશે. આ માત્ર એક વ્યક્તિ નહીં કરી શકે તે માટે તમમામે એક સાથે મળીને કામ કરવું પડશે.
પોતાની રીતે બનતા પ્રયાસો કરવા જોઈએ : આ બાબતે વધુમાં કહ્યું કે ઉપાયો તો ખુબજ છે. પર્યાવરણના જતન માટે આપણે શું કરી શકીએ છીએ. આ સમસ્યાને લઈ ઇન્ડસ્ટ્રીયલ સ્કીલના આધારે ક્લાઈમેન્ટના અંદર મેકેનિકલમાં ફેરફાર કરી સુધારા લાવી શકાય છે. પરંતુ સૌથી સરળ સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈ ગવર્મેન્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. ત્યારે આ બાબતને ફોલો કરીને પર્યાવરણ માટે ઉપયોગી સાબિત થઈ શકીએ છે. સાથે આપના ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતું એરકન્ડિશન ચલાવવામાં આવે છે જેનો ઉપયોગ નહિવત કરવામાં આવે. આ તમામ નાની નાની બાબતોને ધ્યાનમાં લઈ ઘણો બદલાવ આવી શકે છે.
આ પણ વાંચો 2000 હજારથી વધુ બાળકોએ કરાટે કરીને પ્રતિભા દર્શાવી
જળપ્રદૂષણ સૌથી મોટી સમસ્યા : સૌથી વધારે જળનું પ્રદૂષણ હાલમાં જોવા મળી રહ્યું છે. ત્યારે જે નદીઓ છે તેમ સંસ્કૃતિમાં પૂજા કરવામાં આવે છે તેની સ્થિતિ હાલમાં ખુબજ ખરાબ છે. આ માટે આપણે બધાંએ સંગઠિત પ્રયાસો કરવાનું મહત્ત્વનું કામ કરવાનું છે . સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ પર્યાવરણ માટે પ્રદૂષિત જળ ખુબજ મોટી સમસ્યા છે.
વિશ્વામિત્રી બાબતે ચોક્કસથી ચર્ચા કરીશ : સાથે વડોદરાની વિશ્વામિત્રી બાબતે કહ્યું કે મેં સાંભળ્યું છે. તેની અંદર મગરો વસી રહ્યા છે. તેના માટે લોકલ કોર્પોરેશન દ્વારા સહયોગ કરી તેને સ્વચ્છ કરવી જોઈએ. આ નદીને લઈ હું જાણતો નથી પણ તેના માટે સ્વચ્છ કરવી આપ સૌની જવાબદારી છે. આ સાથે વિશ્વમિત્રીને લઈ હું પણ વાય 20 સમિટમાં મોટા મોટા પર્યાવરણવિદ આવી રહ્યા છે આ સમગ્ર બાબતે ચર્ચા કરીશું અને જલ્દી કૈક નિરાકરણ આવે તે પ્રકારે પ્રયાસ કરીશું. સાથે ગ્લોબલ સમિટ છે તો એનું પરિણામ પણ ખૂબ સારું મળશે અને તેને યોગ્ય બનાવવામાં ખૂબ સહકાર મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. મને ખૂબ આનંદ થયો આ સમિટમાં ભાગ લઈને.