ગુજરાત

gujarat

ETV Bharat / state

નૈસર્ગિક સંપતિની સુરક્ષા હેતુ સાઇકલ યાત્રા, 20,000 કિમી સુધી મહિલા મારશે પેડલ - જિલ્લા પોલીસ અધિક્ષક

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના (Rajgarh district of Madhya Pradesh) નાતારામની આશા માલવી સામાજિક હેતુઓને પ્રોત્સાહિત કરવા 20 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા (Bicycle journey) આદરી છે. ત્યારે આ યુવતી આજે વડોદરા આવી પહોંચી હતી. જેને લઇને આશા માલવી કલેકટર અતુલ ગોર,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ,જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ સહિત તંત્રાધિકારીઓને મળવા પહોંચી હતી.

નૈસર્ગિક સંપતિની સુરક્ષા હેતુ સાઇકલ યાત્રા, 20,000 કિમી સુધી મહિલા મારશે પેડલ
નૈસર્ગિક સંપતિની સુરક્ષા હેતુ સાઇકલ યાત્રા, 20,000 કિમી સુધી મહિલા મારશે પેડલ

By

Published : Nov 16, 2022, 3:14 PM IST

વડોદરાઆશા માલવી શારીરિક શિક્ષણમાં સ્નાતક છે, અને રમતવીર છે. મધ્ય પ્રદેશના રાજગઢ (Rajgarh district of Madhya Pradesh) જિલ્લાના નાતારામની આ સુશિક્ષિત યુવતીએ હાલમાં સામાજિકહેતુઓને પ્રોત્સાહિત કરવા 20 હજાર કિલોમીટરની સાયકલ યાત્રાઆદરી છે. આ સાહસિક સફરના ભાગરૂપે આ યુવતી આજે વડોદરા આવી ત્યારે જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોર,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ,જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ સહિત તંત્રાધિકારીઓને મળી હતી.

નૈસર્ગિક સંપતિની સુરક્ષા હેતુ સાઇકલ યાત્રા, 20,000 કિમી સુધી મહિલા મારશે પેડલ

સન્માન સાયકલ યાત્રાઆશાએ તારીખ 1લી નવેમ્બરે ભોપાલથી પર્યાવરણ અને મહિલા સન્માન સાયકલ યાત્રા શરૂ કરી હતી. તે ઝાબુઆ, દાહોદ, ગોધરા, બાલાશિનોર, અમદાવાદ,નડિયાદ થઈને આજે વડોદરા આવી હતી. તારીખ 11 મહિના સુધી સતત સાયકલ યાત્રા કરી નવી દિલ્હીમાં આ સાહસનું તે સમાપન કરવા માંગે છે. આશા એક નીવડેલી સ્પોર્ટ્સ વુમન છે. રમતના ક્ષેત્રમાંએ નેશનલ પ્લેયર છે.અને પર્વતારોહણમાં એની સિદ્ધિઓની નોંધ નેશનલ બુક ઓફ રેકોર્ડસમાં (National Book of Records) લેવાઈ છે.

સલામત પર્યાવરણમહિલા સુરક્ષા અને સલામત પર્યાવરણ માટેની તેની આ નિસ્બત ખરેખર બિરદાવવા યોગ્ય છે. આશા આજે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પ્રસ્થાન કરશે. એણે જણાવ્યું કે મારો આશય મહિલાઓ માટે સુરક્ષા અને આદરને અગ્રતા આપતાં સમાજને પ્રોત્સાહિત કરવાનો છે. હું મારી સાયકલ યાત્રા દ્વારા સમાજને મહિલાઓની સુરક્ષા અને આત્મ નિર્ભરતાનો સંદેશ આપવા માંગુ છું. તેની સાથે મારે વ્યાપક સ્તરે પર્યાવરણ જાગૃતિનો સંચાર પણ કરવો છે. જિલ્લા કલેકટર (District Collector) થતા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રોત્સાહક અભિગમ માટે એણે હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details