ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદની નર્મદા નદીના જળસ્તરમાં વધારો
વડોદરા: મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં વ્યાપક પ્રમાણમાં આવક થઈ હતી. જેના કારણે હાલ ડેમ 133.84 મીટરની સપાટીએ પહોંચ્યો છે. ત્યારે નર્મદા ડેમના 15 દરવાજા ખોલી પાંચ લાખ ક્યુસેક જેટલા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદની નર્મદા નદીમાં જળરાશિનો વધારો થયો છે.
etv bharat vadodra
ત્યારે શ્રાવણ માસને અનુલક્ષી નર્મદા સ્નાન અને દેવ દર્શન માટે આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓમાં આ આહલાદક નજારો જોઈ આનંદ વ્યાપ્યો છે. ગુજરાતની જીવાદોરી નર્મદા આવી જ હરી ભરી બની હતી. તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. વધતાં પાણીના પ્રવાહને લઈ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 22 પગથિયા ડૂબવાથીથી દુર રહ્યા છે.