ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના 5 લાખ શહેરીજનોને પાણી કાપ સહન કરવો પડશે

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની તમામ ઓવરહેડ ટાંકીઓ અને અંડર ગ્રાઉન્ડ વોટર પંપની સફાઇ કર્યા બાદ હવે આજવાથી પાણી સીધું ફિલ્ટર થઇને આવે છે. તેથી નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ પંપની સફાઈનું કામ થવાનું હોવાથી શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે અને પાંચ લાખ શેહરીજનોને પાણી નહીં મળે.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 10:36 AM IST

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેર નજીક નિમેટા પ્લાન્ટ ખાતેના વોટર પંપની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના પગલે બાપોદ, માંજલપુર, કપુરાઈ, તરસાલી જીઆઇડીસી ટાંકી તેમજ મકરપુરા વાઘોડિયા રોડ વિસ્તારના બુસ્ટર તેમજ સોમા તળાવ બુસ્ટરથી પાણી મેળવતા વિસ્તારોમાં સાંજનું પાણી નહીં મળે. તેમજ રવિવારના રોજ પાણી ઓછું અને લો પ્રેસરથી મળશે. વડોદરાનજીક આવેલા આજવા સરોવરમાં હાલ પાણીની સપાટી ઘટી ગઈ છે અને નર્મદાનું પાણી આજવામાં ઠાલવવામાં આવે છે. આજવામાં જંગલી વનસ્પતિ ઉગી નીકળતા તેના કારણે પાણી પીળા રંગનું થતા સમગ્ર પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ડોળા અને પીળા રંગના પાણીની સમસ્યા સર્જાવા પામી છે.


ABOUT THE AUTHOR

...view details