પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક કારમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે. તેથી આ બાતમીના આધારે તાલુકા પોલીસે અમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કારમાં દારૂનો જથ્થો લઇને જતા અમિત પરમાર તથા ભાવેરા મકવાણાંને ઝડપી પાડવામાં આવ્યા હતા.
વડોદરા તાલુકા પોલીસે દારૂ સાથે 2ની ઇસમોની કરી ધરપકડ - gujaratinews
વડોદરાઃ જિલ્લાના આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી તાલુકા પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા
તેઓની કારમાંથી 334 નંગ દારૂની બોટલો તથા કાર મળી કુલ રૂપીયા 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વિરુદ્ધ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.