ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા કોર્પોરેશના દુષિત નીર, શહેરીજનો થયા પાણી ખરીદવા મજબુર

વડોદરા: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું અને દૂષિત હોવાના કારણે હવે શહેરીજનો સ્વચ્છ પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે. જેને લઈને શહેરમાં પાણીના વેપારીઓનો પણ વેપારમાં વધારો થયો છે.

By

Published : May 16, 2019, 4:14 PM IST

વડોદરામાં દુષિત પાણીથી લોકો ત્રસ્ત

વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી દુષિત અને ડોહળુ હોવાના કારણે શહેરીજનો શુદ્ધ પાણીની ખરીદી કરવા મજબુર બન્યા છે. ત્યારે લોકો પાણી લેવા માટે સવારથી જ લાઈનમાં લાગી જતા હોય છે.

વડોદરામાં દુષિત પાણીથી લોકો થયા ત્રસ્ત

મહત્વનું છે કે, વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. જેને પગલે શહેરમાં રોગચાળો વધતાં લોકો હવે સ્વચ્છ પાણી ખરીદી રહ્યાં છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ પાણીની ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીને કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે, સમગ્ર વડોદરા શહેરમાં આજવા નિમેટા પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે. જે પાણી ડહોળું હોવાના કારણે વારંવાર ટાંકી સાફ કરાવવાની ફરજ પડી રહી છે. આ સાથે જ આ દૂષિત પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચી રહ્યું છે. તો આ મામલે વડોદરા કોર્પોરેશન કેેવા પગલે લે છે, તે તો જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details