વડોદરા : સમગ્ર રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હાલ રાજ્યમાં પણ દિવસેને દિવસે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સામાન્ય તાપમાન કરતા ઉનાળામાં ખૂબ ગરમી પડતી હોય છે. ગરમીમાં લોકો બહાર નીકળતા હોય છે અને તેના કારણે ચામડીના ઘણા રોગો થતા હોય છે. ત્યારે આ બાબતે ETV BHARAT સાથે નિષ્ણાતે વાતચીત કરી હતી. ગરમીથી થતા રોગો સામે બચવા કયા ઉપાયો અને કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ અને શું કાળજી લેવી જોઈએ.
ગરમીમાં કયા કયા રોગ થાય છે :આ અંગે માહિતી આપતા નિષ્ણાત ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગરમીનું પ્રમાણમાં વધારો થતાં સ્કિન ડિસિઝના કેસોમાં એટલે કે ચામડીના રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ગરમીના કારણે ખાસ કરીને યુવાનોમાં ખીલનું પ્રમાણ વધી જાય છે. સ્કિન જાસીસનું પ્રમાણ વધારે જોવા મળે છે. ગરમીમાં ચામડીમાંથી પરસેવાના કારણે દુર્ગંધ આવવી. સન બન્સના કેસોમાં વધારો જોવા મળતો હોય છે. ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં ગરમીના સમયે વધુ પડતા કેસો જોવા મળતા હોય છે. ત્યારે તાપમાનમાં થઈ રહેલા વધારાના કારણે આ તમામ રોગોમાંથી બચવા શું કઈ કરવું જોઈએ.
ગરમીમાં થતા રોગોથી બચવા શુ કરવું જોઈએ :આમ ગરમીમાં ચામડી પ્રત્યે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. યુવાનોમાં ખાસ કરીને ગરમીની સીઝનમાં ખીલ વધતા હોય છે. તેનું મુખ્ય કારણ છે ગરમીમાં ચામડી પર ફોલિકલ્સ હોય છે. જે થતા પરસેવાને લઈ ચામડી પરના પસીનાની નીચે આવેલ ગ્રંથિઓ છે. તે વધારે પરતા પસીનો બનાવતા હોય છે અને તેના જ કારણે સ્કિન વધારે ઓઈલી બને છે અને ચામડીના નાના નાના છિદ્રો છે તે ભરાઈ જાય છે, ત્યાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન વધી જવાથી ખીલ થાય છે. આનાથી બચવા ખાસ કરીને ઓછામાં ઈચ્છા બેથી ત્રણ વાર ફેસવોશ કે સાબુથી મોઢું ધોવું જોઈએ. જેથી આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
આ પણ વાંચો :Gujarat Weather: રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમીના એંધાણ, માવઠું પડશે તો મીઠડી મેંગોમાં વિલંબ