માહિતી પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં શાળાના પ્રવાસે ગયેલા 22 વિદ્યાર્થીઓ અટવાયા હતા. જેમાં વડોદરાનો રોનક સોલંકી નામનો વિદ્યાર્થી ફ્લાઈટો રદ્દ થતા ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં અટવાયો હતો. અને સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ સહકાર ન મળતા પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે.
જેટ એરવેઝની ફલાઈટો રદ્દ થતા ન્યુઝીલેન્ડમાં વડોદરાનો વિદ્યાર્થી ફસાયો - Jet Airways flight
વડોદરાઃ ફ્લાઈટો રદ થવાથી ઘણી વખત મુસાફરોને તકલીફ ભોગવવી પડે છે. વડોદરા જેટ એરવેઝની ફ્લાઈટો રદ્ થતાં વડોદરાનો એક વિદ્યાર્થી ન્યૂઝીલેન્ડમાં ફસાઈ ગયો છે. આ મામલે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પણ સહકાર ન મળતા વિદ્યાર્થીના પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે.
રોનક સોલંકી
તદ્ઉપરાંત આ સમગ્ર મામલે જેટ એરવેઝના અધિકારીઓએ પણ હાથ ઊંચા કરી લીધા છે. તેથી પરિવારજનો પ્રશાસન પાસે મદદ માંગી રહ્યા છે કે, એમના દીકરાને વહેલી તકે દેશ પરત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે.