વડોદરા સમગ્ર મામલામાં જોવા જઈએ તો ગત 24 મી ઓક્ટોબરના રોજ પાણીગેટમાં કોમી અથડામણ ( Communal clashes on Diwali day in Vadodara ) માં પથ્થરમારો ( Vadodara stone pelting ) સહિતની ઘટનાઓ બની હતી. જે મામલે પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના બની હતી. જેથી પોલીસે બોમ્બ ફેકનાર મુખ્ય સૂત્રધાર આરોપી અલ્તાફ મન્સૂરી ( Accused Altaf Mansoori ) ને ઝડપી લીધો હતો અને આજે તેને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન ( Reconstruction of Crime scene )કર્યું હતું.
વડોદરા પોલીસ દ્વારા મુખ્ય આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, દિવાળીએ કોમી અથડામણનો મામલો - મુખ્ય આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
વડોદરામાં દિવાળીના દિવસે કોમી અથડામણ ( Communal clashes on Diwali day in Vadodara ) થઈ હતી. બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો ( Vadodara stone pelting ) થતાં દોડી આવેલા પોલીસ અધિકારીને ટાર્ગેટ કરી પેટ્રોલ બૉમ્બ ( Petrol bomb ) ફેંકવામાં આવ્યો હતો. આરોપી અલ્તાફ મન્સૂરીને ( Accused Altaf Mansoori ) પોલીસે સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન ( Reconstruction of Crime scene ) કરાવ્યું હતું.
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન દિવાળીની રાત્રે ( Communal clashes on Diwali day in Vadodara )ઘરના ધાબા પરથી ડીસીપી યશપાલ જગણિયા પર અલતાફે પેટ્રોલ બૉમ્બ ફેંક્યો હતો. જેથી પોલીસે આજે આરોપી અલ્તાફ મન્સૂરીને ( Accused Altaf Mansoori ) સાથે રાખી ધાબા પર જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન ( Reconstruction of Crime scene )કરાવ્યું હતુ હાલ આ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસે આરોપી અલતાફ મન્સૂરી કોના કહેવાથી આ બોમ્બ બનાવ્યો પેટ્રોલ ક્યાંથી લાવ્યો કેટલા બોમ્બ બનાવ્યા અન્ય કોઈની સંડોવણી છે કે કેમ જેથી પોલીસ તમામ પાસાઓની તપાસ કરી છે.
રાયોટિંગનો ગુનો એસીપી એચ કે રાઠોડે જણાવ્યું હતું કે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે તે વખતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી હતી. પાછળથી એ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પોલીસ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ પુરાવાના આધારે એક આરોપીને પકડવામાં આવ્યો હતો જેનું અલ્તાફ અબાસ મન્સૂરી નામ છે. આરોપી સ્વિગીમાં કામ કરે છે એને કબુલ પણ કર્યું છે કે કેવી રીતે ધાબા પરથી બોમ્બ ફેંક્યો. આરોપી અલ્તાફ મન્સૂરીને ( Accused Altaf Mansoori ) ને જોડે રાખી તપાસ ( Communal clashes on Diwali day in Vadodara ) કરવા લાવ્યા છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે. જે જગ્યાએથી બોટલ ફેંકી એ જગ્યાએ એફએસએલ જોડે રાખી આગળ ( Reconstruction of Crime scene ) કાર્યવાહી ચાલુ છે.