- વાઘોડિયા બસ સ્ટેશન નું વર્ચ્યુલ લોકાર્પણ
- 226 લાખના ખર્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યુ લોકાર્પણ
- પ્રજાને મળશે સુવિધા સાથે રાહત
વડોદરા: જિલ્લાના વાઘોડિયા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 226 લાખના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન નવીનબસ સ્ટેશનનું મુખ્ય મંત્રી વિજય રૂપાણી(Minister Vijay Rupani) એ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
પાડોશી રાજ્યમાં પણ STની સેવા
ગુજરાતમાં 99 ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા છે. 16 ડિવીઝન, 125 બસ ડેપો, 135 બસમથકો અને 1554 પીક અપ સ્ટેન્ડ તેમજ 8500 બસીસ દ્વારા 7500 શેડયુલ ટ્રીપથી રોજના 35 લાખ કિ.મી. બસ સંચાલનથી 25 લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહિ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.
આ પણ વાંચો : પર્યાવરણ દિવસની ઉજવણી માટે વડોદરા આવેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુમનદીપ મુલાકાત વિવાદમાં
ગરીબોને રાહત
ગરીબ પરિવારોને લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે ગામડાઓ સુધી એસ.ટી સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સાત સ્થળોએ એરપોર્ટ જેવા બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વડોદરા : વાઘોડિયામાં 226 કરોડના ખર્ચે બનેલા ST ડેપોનુ કરવામાં આવ્યું લોકાર્પણ 13365 ચો.મીટરમાં બાંધવામાં આવ્યું સ્ટેશન
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વાઘોડિયામાં 13365 ચો.મી.વિસ્તારમાં અદ્યતન બસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી 562.46 ચોરસ મીટર જમીનમાં બાંધકામ કરવામાં આવ્યું છે.આ બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ સહિત મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, વહીવટી ઓફિસ, કંટ્રોલરૂમ, કેન્ટીન રૂમ ,પાર્સલ રૂમ, પાસ ઓફિસ, કેશ બુકિંગ ઓફિસ,સ્ટોલ કમ શોપ, ડ્રાઇવર કંડકટર રેસ્ટ રૂમ,મહિલા કંડકટર રેસ્ટ રૂમ સહિત મુસાફરો માટે શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત વિકલાંગ વ્યક્તિઓ માટે પણ ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે.આ બસ સ્ટેશનનો દરરોજ અંદાજે 1000 જેટલા મુસાફરો લાભ લેશે.
આ પણ વાંચો : વડોદરામાં કોરોના કેસની સંખ્યા ઘટતાં 70 ટકા બેડ ખાલી