વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુંદર નજરાણું અર્પણ કરાયું છે. આજરોજ વડોદરાના મેયર દ્વારા નવિન એવિયેરીનો (Vadodara Sayajibagh Zoo)શુભારંભ કરવામાં આવ્યો છે. સયાજીબાગમાં રુપિયા 14.21 કરોડના ખર્ચે નવીનએવિયેરી તૈયાર કરવામાં આવી. દિવાળીના વેકેશન દરમિયાન મોટાભાગે લોકો ફરવા લાયક સ્થળો પર પરિવાર તેમજ મિત્રો સાથે મજા માણવા માટે જતા હોય છે. ત્યારે આવા જ એક ફરવા લાયક સ્થળને વડોદરાના મેયરદ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વડોદરાના મેયર દ્વારા સહેલાણીઓ માટે આજરોજ નવીન આકાર આપવામાં આવેલા એવિયેરીને ખુલ્લુ મુકવામાં આવ્યું છે
વડોદરાના સયાજીબાગ ઝૂમાં નવું આકર્ષણ ઉમેરાયું આતુરતાથી રાહ વડોદરા વાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. સયાજીગંજબાગમાં રુપિયા 14.21 કરોડના ખર્ચે નવીન આકાર અપાયેલ એવિયેરીનો વડોદરાના મેયર કેયુર રોકડીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. મેયરની સાથે ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન વિપક્ષ નેતા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. તમામની ઉપસ્થિતિમાં આજરોજ વડોદરાના મેયર દ્વારા નવીન એવિયેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ બાગમાં નવીન એવિયેરીઓની સાથે બાગમાં અવનવા પક્ષીઓ પણ લાવવામાં આવ્યા છે. જેને કમાટીબાગની મુલાકાત લેનારા સહેલાણીઓ નજીકથી નિહાળી શકશે.
દેશ વિદેશના મિત્રો મેયર કેયુર રોકડીયાદ્વારા જણાવાયું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાનો સૌથી મોટા બાગ અને ઝૂ સયાજીબાગ ખાતે વોકિંગ એવિયરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના અને વિદેશના પક્ષીઓને લાવવામાં આવ્યા છે. ખાસ આ જગ્યા પર દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ પોતાના પરિવારને તેમજ દેશ વિદેશના મિત્રોને મહેમાનો અવનવા પક્ષીઓને ખુલ્લામાં નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પક્ષીઓને લોકો પીંજરા વગર જોઈ શકે તે રીતનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. હું વડોદરાવાસીઓને આ દિવાળી પર્વ નિમિત્તે આ જગ્યા પર આવી પક્ષીઓ સાથે આનંદ માણે તેની માટે હું નમ્ર અનુરોધ કરું છું.એક પ્રવાસનનું સ્થળનું એક ખૂબ સરસ નજરાણું વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. મોટાભાગના પક્ષીઓને હાલ સયાજીબાગમાં લાવી દેવામાં આવ્યા છે. ભાગ્યે જો કોઈ જોડું બાકી હશે તો તેમને પણ બાગમાં જે તે સમયે લાવી દેવામાં આવશે.
કોંગ્રેસના વિપક્ષી નેતા આ અંગે કોંગ્રેસના વિપક્ષી નેતા અમી રાવત જણાવે છે કે, થોડા પક્ષીઓ આવી ગયા છે થોડા લાવવાના બાકી છે સામે ચૂંટણી છે એટલે લોકાર્પણ કર્યું છે, પણ સહેલાણીઓ માટે ખુલ્લું થઇ જશે આજથી થોડું કામ બાકી છે તે વહેલી તકે પૂર્ણ થાય તેવી આશા રાખું છુ અમે ફોલોપ લેતા રહીશું આજથી બાગ ખુલો રહેશે સહેલાણીઓ માટે