ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પહેલા વડોદરામાં રિવોલ્વર સાથે ઝડપાયા 3 આરોપી, પોલીસને મળી મોટી સફળતા - Gujarat Election 2022

વડોદરામાં પોલીસે મુંબઈથી રિવોલ્વર લઈને આવતા 3 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ ખાનગી ટ્રાવેલર્સની બસમાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ગોલ્ડન ચોકડી નજીકથી (Vadodara Police arrested Accused with Revolver) ઝડપી પાડ્યા હતા.

ચૂંટણી પહેલા વડોદરામાં રિવોલ્વર સાથે ઝડપાયા 3 આરોપી, પોલીસને મળી મોટી સફળતા
ચૂંટણી પહેલા વડોદરામાં રિવોલ્વર સાથે ઝડપાયા 3 આરોપી, પોલીસને મળી મોટી સફળતા

By

Published : Nov 19, 2022, 2:27 PM IST

Updated : Nov 19, 2022, 2:47 PM IST

વડોદરારાજ્યમાં ચૂંટણીને ધ્યાનમાં (Gujarat Election 2022) રાખીને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ત્યારે વડોદરામાં મુંબઈથી ખાનગી બસમાં રિવોલ્વર લઈને આવતા આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ આરોપીઓ ગોલ્ડન ચોકડી ખાતે આવેલા કેરિયરનો સોદો કરે ત્યાં જ હરણી પોલીસ (harni police station) ત્રાટકી હતી. ને ત્રણેય આરોપીની ધરપકડ (Vadodara Crime News) કરી હતી.

પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડ્યા

પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડ્યા ચૂંટણીને અનુલક્ષીને (Gujarat Election 2022) પોલીસ કમિશનરે (Vadodara Police Commissioner) સૂચના આપી છે. તે મુજબ હરણીના PI એસ. આર. વેકરિયા અને ટીમના માણસો ગોલ્ડન ચોકડી નજીક વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રિવોલ્વરનો સોદો કરવા માટે કેટલાક લોકો આવવાના હોવાની બાતમી મળતાં પોલીસે શકમંદો પર વોચ રાખી હતી.

મુંબઈના આરોપીઓ ઝબ્બે તે દરમિયાન પોલીસે રિવોલ્વર આપવા માટે આવેલા મુંબઈના દિપેન મકવાણા અને પ્રમોદ મારૂ નામના 2 કઝિનને ઝડપી (Vadodara Police arrested Accused) પાડી રિવોલ્વર તેમ જ 12 કારતૂસ કબજે કર્યા હતા. જ્યારે રિવોલ્વર લેવા આવેલા શિહોરના ચીમન ઉર્ફે મુન્નો ગોહિલ પણ પકડાયો હતો. પોલીસને જોતા ચીમનની સાથે આવેલા શિહોરના ત્રણ સાગરિતો બશીર, રફીક અને બાબભાઈ ફરાર થઇ ગયા (Vadodara Crime News) હતા.

4 આરોપી ફરાર હરણી પોલીસે (harni police station) રિવોલ્વર, કારતૂસ અને 3 મોબાઈલ કબજે લઈ ફરાર થયેલા ત્રણ સાગરિતો તેમ જ રિવોલ્વર મોકલનારા શૈલેષ ગોહિલને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મુંબઈ કોર્પોરેશનમાં કચરાના ડબ્બાનો કોન્ટ્રાક્ટ ધરાવનારો આરોપી દિપેન મકવાણા તેના પરિચીત શૈલેષ ગોહિલ પાસે 1,00,000 રૂપિયા માગતો હોવાથી આ રકમના બદલામાં તેણે રિવોલ્વર વેચવા આપી હતી, જેથી શૈલેષ તેના કઝિન પ્રમોદને લઈ રિવોલ્વરનો એક લાખમાં સોદો કરવા વડોદરા આવ્યો હતો, પરંતુ તે શિહોરના ચીમન ગોહિલ સાથે સોદો (Vadodara Crime News) કરે ત્યાં જ પકડાઈ ગયો હતો.

ACPએ આપી માહિતી આ અંગે ACP જી. બી. બાંભણિયે જણાવ્યું હતું કે, ગોલ્ડન બ્રિજ નીચે 3 આરોપીઓ છે. 2 આરોપીઓ મુંબઈથી ઈન્ટરસિટી બસમાં આવેલા અને જે દીપેન મકવાણા અને પ્રમોદ મારુ બંને ઈસમો હથિયાર લઈને આવ્યા હતા ને તેઓ ભાવનગરના સિહોરમાં ચીમન ગોહિલને આપવાના હતા. તેની સાથે બીજા 3 ઈસમો હતા. સોનગઢના તેમની સાથે હતા. આ લોકો ની તપાસ દરમિયાન પિસ્તોલ, 2 મેગઝિન અને 12 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા છે. તેમ જ મોબાઈલ છે તમામ મુદ્દા માલ કબજે (Vadodara Crime News) કરવામાં આવ્યો છે.

રિવોલ્વરના સોદામાં ઝડપાયેલા આરોપીઓદિપેન મનોજ મકવાણા (મુંબઈ), પ્રમોદ હીરાલાલા મારુ (મુંબઈ), ચીમન ઉર્ફે મુન્નો પાલજીભાઈ ગોહિલ (ભાવનગર).

વોન્ટેડ આરોપીઓરફીક મિસ્ત્રી (શિહોર), બાબભાઈ કોળી (સોનગઢ, સિહોર), બશીર દાઢી (સિહોર), શૈલેષ ગોહિલ (મુંબઈ).

Last Updated : Nov 19, 2022, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details