વડોદરમાં IPL પર ઓનલાઇન સટ્ટો રમતા 4ની ધરપકડ
વડોદરાઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં લોકો IPLને લઇ ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે IPL પર સટ્ટો રમવાનું ચલણ પણ વધી રહ્યું છે. શહેરમાં IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 4 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.
હાલ સમગ્ર દેશમાં IPL મેચનો ફીવર જોવા મળી રહ્યો છે, ત્યારે આ IPL મેચ પર સટ્ટો રમવાના ગુનામાં વડોદરા શહેરમાં IPL મેચ પર સટ્ટો રમતા 4 શખ્સો ઝડપાયા છે. આ ચારેય શખ્સો દ્વારા શહેર નજીકના દશરથ ગામે ઓનલાઇન સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતીને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તો ઝડપાયેલા શખ્સો પાસેથી રૂપિયા 1 લાખ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ટી.વી., સેટ-અપ બોક્સ, 4 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ક્રાઈમબ્રાન્ચે દરોડા પાડીને સટ્ટાખોર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલાનો મુખ્ય સટોડીયો આલોક પટેલ વોન્ટેડ છે. અગાઉ પણ વડોદરામાં IPLનો સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા હતા.