ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ શરુ, ઝોનદીઠ ફાળવણી અને તકેદારીની વાત જાણો

વડોદરામાં સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ શરુ થતું જોવા મળ્યું છે. કુલ 5.50 કરોડના ખર્ચે 40 જગ્યાએ અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન બનાવવામાં આવશે. જેમાં સેન્સર સિસ્ટમ અને સીસીટીવી દ્વારા મોનીટરીંગ કરવામાં આવનાર છે.

Vadodara News : વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ શરુ, ઝોનદીઠ ફાળવણી અને તકેદારીની વાત જાણો
Vadodara News : વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ શરુ, ઝોનદીઠ ફાળવણી અને તકેદારીની વાત જાણો

By

Published : May 10, 2023, 9:15 PM IST

વિવિધ ઝોનમાં 40 અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન બનશે

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા ડંપિંગ સાઇટ અને વિવિધ ઝોનમાં 40 જગ્યાએ અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન નાખી નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. આ પ્રોજેકટ સ્માર્ટ સિટી અંતર્ગત 5.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 40 અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન મુકવામાં આવશે. હાલમાં શહેરના બરાનપુરા વિસ્તારમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટનો વિરોધ : બરાનપુરામાં શરુ થતાં કામને લઇને જો કે સ્થાનિકો આ અંગે વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે ખુલાસો કર્યો હતો કે આ સ્થાનિકોને ગેરસમજ થઈ છે. આ પ્રોજેકટ હેઠળ જુલાઈના અંત સુધીમાં 40 અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન વિવિધ ઝોનમાં બનાવાશે. જેમાં 10-10 ડસ્ટબીન મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. સફાઈ માટે શતાબ્દી મહોત્સવમાં અનોખું મેનેજમેન્ટ, કચરાપેટી માટે કંટ્રોલ રૂમ
  2. જો કચરો અહીં-ત્યાં ફેંકવામાં આવે તો ડસ્ટબિન કહેશે - 'કૃપા કરીને મારો ઉપયોગ કરો'
  3. ઉમરગામના માર્ગો પર ડસ્ટબીન બન્યા બેરીકેડ, ચેકપોસ્ટ પર મુક્યા ડસ્ટબીન

કેવા હશે અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન : પ્રાયોગિક ધોરણે વડોદરામાં અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન મૂકાશે તેની વિગતો જોઇએ તો 1 ડસ્ટબીનની ક્ષમતા એક ટન સુધીની રહેશે. ડસ્ટબીન ભરાઇ જશે તો સેન્સરના માધ્યમથી જાણ થશે અને તેને ઉઠાવી લેવામાં આવશે. અંડરગ્રાઉન્ડ ડસ્ટબીનનું માપ 3 બાય 4 મીટરના ઘેરાવો ધરવાતું હશે અને તેનું મુખ નાનું હશે.કુલ 40માંથી ઝોન વાઇઝ 10-10 અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન મૂકવાની તૈયારીઓ છે જેનું સીસીટીવી મોનીટરીંગ નિયમિત ધોરણે કરવામાં આવશે.

સ્થાયી સમિતિના અધ્યક્ષની વાત : આ અંગે પ્રતિક્રિયા આપતા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નગર પાલિકા હોય કે મહાનગરપાલિકા દરેકને સ્વચ્છતાનો વિષય ગમતો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ સ્વચ્છતા અંગે અનેક પ્રયાસો કર્યા છે. અગાઉ પણ ગાંધી બાપુ પણ સ્વચ્છતાના આગ્રહી હતા. આ સ્વચ્છતાની ઝુંબેશને પેઢી દર પેઢી અલગ પ્રકારે નવતર પ્રયોગ સાથે લોકોને જોડીને કઈ રીતે અલગ કરી ઝુુબેશ આગળ વધારી શકાય તેનો અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન પ્રોજેક્ટનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન પ્રોજેક્ટમાં નાગરિકોને સહકાર આપવા વિનંતી છે. વાહન ચલાવતા ચલાવતા કચરો નાખવાની જગ્યાએ પ્રોપર ઉભા રહી આ ડસ્ટબીનનો ઉપયોગ કરવામાં આવે. સાથે આ તમામ 40 જગ્યાએ સીસીટીવી પણ મુકવામાં આવશે અને જાહેરમાં ડસ્ટબીન બહાર કચરો નાખનાર સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે... ડો.હિતેન્દ્ર પટેલ ( વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ)

ડંપિંગ સાઇટ પર કચરાનો જથ્થો : કોર્પોરેશનના સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના બરાનપુરા સ્થિત એમજીવીસીએલ વિસ્તાર છે તેની સામે વર્ષોથી એક ડંપિંગ સાઇટ હતી.તેમાં કોર્પોરેશન અને હાથ લારીધારકો ત્યાં કચરો ડમ્પ કરતા હતાં. બે ત્રણ મહિના અગાઉ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 100 જેટલી લારી ત્યાં ઠલવાતી હતી તેમાંથી 60 જેટલી લારી ડોર ટુ ડોરમાં શિફ્ટ કરવામાં આવી છે. જેના કારણે મહદંશે કચરાનો જથ્થો ઓછો થયો છે.

સીસીટીવીથી મોનીટરીંગ: ખાસ કરીને ચોમાસામાં અંડરગ્રાઉન્ડ ડસ્ટબીનમાં કોઈ અસુવિધા ન ઉભી થાય તે માટે આ ડસ્ટબીન રોડ સરફેસ લેવલથી ઉપર હશે. આ ડસ્ટબીનનું મુખ નાનું હશે. જેથી નાગરિકોને અપીલ છે કે સહકાર આપે. કચરો યોગ્યપણે અંડરગ્રાઉન્ડ ડસ્ટબીનમાં નાંખવામાં આવે જેથી કરીને ચોખ્ખાઇ જળવાઇ શકશે. જેમ તેમ કચરો નાંખી દેનારા નાગરિકોને સીસીટીવી મોનીટરીંગના માધ્યમથી શોધી કાઢવામાં આવશે. કચરા પેટી અંડરગ્રાઉન્ડ થવાથી પશુઓ કચરો જાહેરમાં ખાવા આવે છે તેમાંથી પણ રાહત મળશે. જેથી રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું નહીં પડે.

ABOUT THE AUTHOR

...view details