78 વર્ષે સંસ્કૃતમાં પીએચડી કરવાનો હેતુ જાણવા જેવો વડોદરા : કહેવાય છે કે ભણવા માટે કોઈ ઉંમર કે સમય હોતો નથી. યુવાનોને શરમાવે અને યુવા પેઢી માટે ઉદાહરણરૂપ કિસ્સો વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં આવેલ ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગમાં આવ્યો છે. જેમાં 78 વર્ષની ઉંમરે રિટાયર્ડ કર્નલ દ્વારા દેશની સેવા બાદ સંસ્કૃત ભણવાની તમન્ના અને યુવાઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે સંસ્કૃતનો અભ્યાસ અને ત્યારબાદ પીએચડી સુધીની સફર નિવૃત્તિ બાદ પુરી કરી છે. આ અંગે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
સંસ્કૃત ભણવાની ઈચ્છા વ્યક્ત કરી : આ અંગે રિટાયર્ડ કર્નલ ડો.સંજીવ રાજારામ ધારવાડકરે જણાવ્યું હતું કે, હું 37 વર્ષ આર્મીમાં નોકરી કરી હતી. જેમાં આર્મીમાં અને પછી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં નોકરી પછી સંસ્કૃત ભણવાની ઈચ્છા થઈ હતી. ત્યારબાદ બરોડામાં આવ્યો હતો અને મહાવિદ્યાલયમાં એડમિશન લીધું હતું અને આચાર્ય સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પીએચડી એન્ટરન્સ પરીક્ષા પાસ કરી હતી.
પીએચડી 2013માં રજિસ્ટ્રેશન થયું અને 2022માં પૂર્ણ થયું હતું. પીએચડીમાં વિષય હતો, સંસ્કૃત સાહિત્યમાં ચારિત્ર નિર્માણનું મહત્વ. આ વિષય એટલા માટે મેં પસંદ કર્યો કે આજની યુવા પેઢીમાં કેટલીક ખામીઓ છે. યુવા પેઢી ખૂબ સારી છે કારણ કે હું તેઓની સાથે ફરી રહ્યો છું. આ યુવાઓને માર્ગદર્શનની જરૂરિયાત છે. સંસ્કૃત સાહિત્યમાં ભગવદ ગીતા, વિવેક ચુડામણી, નીતિશાસ્ત્ર જેમાં ઉપદેશ કરવામાં આવ્યા છે, તેનું પાલન કરવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક છે. દેશના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે, સંસ્કૃત ભાષા પણ ખૂબ જ જરૂરી છે....ડો.સંજીવ રાજારામ ધારવાડકર(રિટાયર્ડ કર્નલ)
હવે હું બુક લખીશ : તેમણે ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીએચડી કરીને મને જેટલું સારું નથી લાગ્યું તેના કરતાં તેના પર રિસર્ચ કરવાથી ખૂબ સારું લાગ્યું છે, કારણ કે હું યુવા પેઢી માટે વાતચીત કરતો રહેતો હોઉ છે. યુવા પેઢી સાથે નેચર ક્લબ ,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યુવાઓને માર્ગદર્શન કરું છું મને ખૂબ જ સારું લાગે છે. હાલમાં હું સાહિત્યમાં ચારિત્ર નિર્માણ વિષયને લઈ બુક લખવા માગું છું. ક્લાસિકલ મ્યુઝીક, નેચરક્લબ, સ્પોર્ટ્સમાં મારો શોખ છે તેને હું ચાલુ રહીશ. ફેમિલી અને સોશિયલ વેલફેરમાં ભાગ લઈશ. તેઓએ કહ્યું કે મારી આર્મીની નોકરી દરમ્યાન કેટલાક વ્યસનની લત પડી ગઈ હતી જેને છોડવા માટે મેં આ ભાષામાં અભ્યાસ કર્યો અને આ આદતને છોડી દીધી છે.
કર્નલ ડો.સંજીવ રાજારામ ધારવાડકર જ્યારે તેઓ આર્મીમાંથી રિટાયર્ડ થઈ આવ્યા ત્યારે સંસ્કૃતનું અધ્યયન કરવું હતું. તેઓએ સંસ્કૃતમાં શાસ્ત્રીય આચાર્ય કર્યા બાદ પીએચડી એન્ટરન્સ પરીક્ષા આપી હતી અને તેઓ પાસ થયા હતા...ડો. શ્વેતા જેજુરકર (હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત,પાલી એન્ડ પ્રાકૃત, એમ એસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સ)
યુવાનોને પ્રેરણા માટે પીએચડી : બાદમાં તેઓનો હેતુ હતો કે કેરેક્ટર બિલ્ડીંગ ઇન સંસ્કૃત લિટરેચર પર કામ કરે. એટલે સંસ્કૃત સાહિત્યમાં ચારિત્ર નિર્માણના સિદ્ધાંતો ક્યાં ક્યાં, કેવી રીતે ગૂંથાયેલા છે, તે યુવાનોને આપવાનોને આપવાની પ્રેરણા સાથે આ કામ શરૂ કર્યું. અને ખુબજ સુંદર રીતે તેઓએ તેમના થિસિસમાં કેરેક્ટર બિલ્ડીંગના સિદ્ધાંતો જે ભગવદ ગીતામાં છે, ઉપનિષદમાં છે કે બીજા કેટલાક લોકો કેરેક્ટર બિલ્ડિંગના ક્ષેત્રમાં આગળ આવ્યા કઈ રીતે પ્રસ્થાપિત કર્યું છે તે વિશેની વાત કરી છે.
- કચ્છનાં PhD સ્કોલર ઈઝરાયલમાં જઈને વગાડશે ભારતનો ડંકો
- ભાવનગરનાં લેક્ચરરે યોગ પર કર્યું રિસર્ચ, યોગ દિવસ પછી 45 ટકા લોકો યોગ અંગે જાગૃત થયા હોવાનું આવ્યું સામે
- Sanskrit Learning in Bhavnagar : યુવરાજને લખતા વાંચતા નથી આવડતું પરંતુ સંસ્કૃતમાં શ્લોક બોલે છે કડકડાટ