યાંત્રિક ખામીના કારણે ખોટકાઈ વોર્નિંગ કાર વડોદરા : વડોદરા શહેર ખાતે જૈન સંપ્રદાયના પવિત્ર પર્વ એવા મહાવીર જયંતિ અને સાવલી ખાતે યોજાનાર સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. દરમ્યાન એમના કાફલાની કોન્વોય (વોર્નિંગ ) જીપમાં યાંત્રિક ખામીના કારણે ખોટકાઈ હતી. જેથી મુખ્યપ્રધાનનો કાફલો વોનીંગ કાર સાઈડમાં રાખી સાવલી ખાતે જવા રવાના થયો હતો. આ પ્રકારે શહેર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે.
મુખ્યપ્રધાન સાવલી જવા રવાના : વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટ ખાતે પોહચ્યા હતા. મુખ્યપ્રધાનની સુરક્ષાને લઈ મુખ્યપ્રધાનના કફલાની આગળ ચાલતી વોર્નિંગ કાર મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. ત્યારે વડોદરા શહેર એરપોર્ટ ખાતે સવારથી જ પોલીસના વાહનો મુકવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાનના આગમન પૂર્વે પોલીસ વિભાગ દ્વારા સીએમ રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે સીએમ એરપોર્ટથી સાવલી જવા રવાના થઈ રહ્યા હતા.
આ પણ વાંચો Vadodara News: અપક્ષ MLAના માણસે BJPના નેતાને માર્યો લાફો, જાનથી મારી નાખવાની આપી ધમકી
વોર્નિંગ જીપ સાઈડમાં મૂકી કાફલો રવાના : દરમ્યાન સીએમ કાફલાની આગળ ચાલતી પોલીસ જીપમાં યાંત્રિક ખામી સર્જાતા ગાડી ચાલુ જ ન થતા દોડધામ મચી ગઇ હતી. સીએમ કાફલામાં સૌથી આગળ રહેનાર પાઈલોટિંગ વોર્નિંગ જીપને સાઈડ પર કરી સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો સાવલી ખાતે યોજાનાર સર્વ જ્ઞાતિ સામૂહિક લગ્નમાં જવા માટે રવાના થયો હતો. પરંતુ આ પ્રકારે પાયલોટિંગ વોર્નિંગ જીપ બંધ થવી તે સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ આયોજન સમીક્ષા બેઠક, પ્રવાસ સહિતના કાર્યક્રમોની રુપરેખા તૈયાર
વિવિધ પ્રધાનોની ઉપસ્થિતિ : સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આયોજીત 8માં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજરી આપવા માટે સાવલી ખાતે પોહચ્યા હતા. આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાનની સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિ રહી હતી. રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત સરકારના વિવિધ વિભાગના પ્રધાનો સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિ રહી હતી.
સવારે વડોદરા પહોંચ્યાં હતાં સીએમ: વડોદરા શહેરમાં જૈન સંપ્રદાયના પવિત્ર પર્વ મહાવીર જયંતિની નાગરિકોને શુભેચ્છા આપવા માટેનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જ્યારે સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદારે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું જેમાં ઉપસ્થિત રહેવાનું સીએમ ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેને લઇને સીએમ પટેલ આજે સવારે વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. દરમિયાન વડોદરાના કાર્યક્રમ પતાવી સીએમ ભૂપેન્દ્ર પટેલના કાફલાને સાવલી જવાના સમયે કાફલાની કોન્વોય (વોર્નિંગ ) જીપમાં યાંત્રિક ખામીના કારણે ખોટકાઈ હતી.
ગંભીર બેદરકારી: આ કાર બગડતાં થોડીવાર તેને ફરી ચાલુ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો જોકે તે ચાલુ થઇ ન હતી. ત્યારે મુખ્યપ્રધાનનો કાફલો વોનીંગ કાર સાઈડમાં રાખી સાવલી ખાતે જવા રવાના થયો હતો. સીએમ કાફલાના તમામ વાહનોને પહેલાંથી તપાસીને શામેલ કરવામાં આવતાં હોય છે ત્યારે આ પ્રકારે કાર ચાલુ ન થઇ શકતાં શહેર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. મુખ્યપ્રધાનની સુરક્ષાને લઈ મુખ્યપ્રધાનના કફલાની આગળ ચાલતી વોર્નિંગ કાર મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. ત્યારે વડોદરા શહેર એરપોર્ટ ખાતે સવારથી જ પોલીસના વાહનો મુકવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાનના આગમન પૂર્વે પોલીસ વિભાગ દ્વારા સીએમ રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે સીએમ આ ગાડી વિના એરપોર્ટથી સાવલી જવા રવાના થઈ રહ્યા હતા.