વડોદરા જિલ્લાના સાવલીથી ટીમ્બા ઉદલપુર રોડ પર ટીમ્બા ઉદલપુરમાં ખુબજ મોટો ક્વૉરી ઉધોગ આવેલો છે, જેના કારણે મોટી સંખ્યામાં ભારદારી વાહનોની દિવસ-રાત અવર-જવર રહે છે. સતત ધમધમતા સાવલીના ભાદરવા ચોકડી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મુખ્ય માર્ગની બંન્ને બાજુ રોડ-રસ્તા અને ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાના પથારા દ્વારા દબાણ કરાયું છે.
વડોદરાના સાવલી ખાતે ટ્રાફિક સમસ્યાથી કંટાળી જઈ મામલતદારને આવેદનપત્ર - Savli ma traffic Problem
વડોદરાઃ સાવલી ઉદલપુર રોડ પર આવેલ ભાદરવા ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર લારી ગલ્લાનું દબાણ છે. જેના કારણે રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રસ્તા પરથી અવક જવર કરતાં લોકો દ્વારા આ દબાણનો વિરોધ કરાયો હતો. લોકોએ સાવલી પ્રાંતઅધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી દબાણ દુર કરવા રજૂઆત કરી હતી.
વડોદરાના સાવલી ખાતે અડચણ રૂપ ટ્રાફિક સમસ્યાને મામલે મામલતદારને આવેદનપત્ર
આ વિસ્તારમાં અનેક વખત અકસ્માતમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, જેથી સાવલી તાલુકાના જાગૃત લોકોએ સાવલી તાલુકા સેવાસદન પહોચી પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. તેમજ દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી.